કિચન ટિપ્સઃ- જો ઝટપટ કોઈ શાક બનાવવું છે તો જોઈલો આ સેવનું ખાટ્ટું શાક બનાવાની રીત.
સાહિન મુલતાનીઃ-
સેવનું શાક હોય કે ગાઠીયાનું શાક કાઠીયાવાડમાં આ શાક ખૂબ ખાવામાં આવે છે ગુજરાતીોની શાન છે,સૌરાષ્ટ્રમાં તો સવારના નાસ્તામાં રોટલા સાથે સેવ કે ગાઠીયાનું ડુંગરી સાથે શાક બનાવવામાં આવે છે તેનું કારણ છે કે આ શાક સૌથી ઝડપી બની જાય છે સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે જો આજે આપણે સેવનું ખઆટ્ટું શાક બનાવાની રીત જોઈશું
સામગ્રી
- 2 કપ – બેસનની જીણી સેવ
- અડઘો કપ – દહીં
- અડધી ચમચી – રાય
- અડધી ચમચી- જીરુ
- સ્વાદ પ્રમાણે મીઠું
- 10 થી 12 નંગ – લસળની કળી
- 1 ચમચી – કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- 3 ચમચી – તેલ
- જરુર પ્રમાણે – હરદળ
સૌ પ્રથમ લસણ અને લાલ મરચાને એક ખઆંડણીમાં બરાબર બારીક રીતે વાટીને પેસ્ટ બનાવી લો
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો તેમાં રાય ફોટીને જીરું લાલ કરીદો
જેવું જીરુ લાલ થાય એટલે તરત જ તેમાં લસણ મરચાની વાટેલી પેસ્ટ મીઠું અને હરદળ નાખીને 1 કપ જેટલુ પાણી નાખીને મિક્સ કરીદો
હવે આ પાણી ઉકળવા લાગે એટલે તેમાં સેવ એડ કરીદો
હવે દહીને બરાબર ચમચી વડે ગોળીને આ સેવમાં નાખીને ગેસ બંધ કરીને કઢાઈને ઢાકી 2 મિનિટ રહેવાદો
2 મિનિટ બાદ આ શાક ખાવા માટે રેડી છે.
સેવનું દહી વાળું ખાટ્ટું શાક 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે.