
કિચન ટિપ્સ -શિયાળામાં કોર્ન સૂપ બનાવવું હોય તો જોઇલો આ તદ્દન સહલી રીત
સાહિન મુલતાની-
શિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની મજાજ કંઈક ઓર હોય છે શયાળામાં અમેરિકન મકાઈ ખૂબ આવે છે તો ચાલો જોઈએ આજે મકાઈના દાણાને પીસીને તેનું સૂપ બનાવાની રીત
સામગ્રી
- 2 નંગ – મકાઈ ( દાણા કાઢીને બાફી લેવા)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – કોર્ન ફ્લોર
- 1 ચમચી – જીરુ
- અડઘી – ચમચી જીણું લસણ કતરેલી
- અડધી ચમચી – લીલા મરચા તકરેલા
- અડધી ચમચી – આદુ જીણુ સમારેલું
- અડધી ચમચી – બટર અથવા ઘી
- 1 ચમચી – મરીનો પાવડર
સૌ પ્રથમ બાફેલા મકાઈના 20 થી 25 નંગ દાણાને સાઈડમાં કાઢીલો અને બાકીના દાણાને મિક્સરમાં એકદમ જીણા ક્રશ કરીલો,
હવે આ ક્રશ કરેલા દાણામાં 1 ગ્લાસ પાણી નાખીને તેમાં કોર્ન ફઅલોર નાથી હાથ વડે બરાબર મિક્સ કરીદો
હવે એક કઢાઈમાં બટર લો, તેમાં જીરું નાખો, ત્યાર બાદ આદુ ,મપચા અને લસણ એડ કરીને બરાબર સાંતળઈ લો
હવે આ મલાસામાં મરીનો પાવડર અને બાફેલા થોડા દાણા જે સાઈડમાં કાઢ્યા હતા તે પણ નાખી દો, હવે 1 મિનિટ સાંતળ્યા બાદ કોર્ન ફઅલોર વાળું મકાઈનું પાણી એડ કરીદો અને ચમચો ફેરવતા રહો
હવે ગેસની ફઅલેમ ઘીમી કરીને ઓછામાં ઓછી 5 થઈ 8 મિનિટ આ સૂપને ઉકાળઈ લો, હવે તૈયાર છે તમારું હોમમેડ મકાઈનું સૂપ
જો તમે ઈચ્છો તો સૂપ પીતા સમયે તેમાં ટેસ્ટ અનુસાર લીબુંનો રસ એડ કરી સકો છો.