
કિચન ટિપ્સઃ- આ રીતે માત્ર 10 મિનિટમાં બનાવી દો ખટ્ટ મીઠું શિમલા મરચાનું શાક
દરેક ગૃહિણીઓનો ફરીયાદ હોય છે કે રોજેરોજ ખાવામાં શું બનાવવું ,જો કે હાલ તો શિયાળાની ઋતુ હોવાથી બજારમાં ખૂબ જ પ્રમાણમાં શાકભાજી ઓ આવતા હોય છે, પરંતુ જો ક્યારેક વધુ મહેનત ન કરવી હોય અને હલકુ શાક કે કંઈક ખાવાનું મન થાય ત્યારે શું બનાવશો? તો આજે ઝટપટ બની જાય તેવા કેપ્સિકમના શાકની વાત કરીશું
કેપ્સિકમ મચરા સૌ કોઈને ભાવતા હોય છે પરંતુ તેનું શાક વધુ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબજ ઝડપી બની પણ જાય છે. આ માટે 3 થી 4 સામગ્રીની જરુર પડે છએ ્ને ખાસ કરીને જે લોકોને સ્વિટ શાક ખાવાની ટેવ છે તેવા લોકો માટે 10 મિનિટમાં બનતું આ શાક બેસ્ટ ઓપ્શન છે.
સામગ્રી
2 નંગ કેપ્સિકમ મરચા
2 ચમચી બેસન
1 ચમચી જીરુ
જરુર પ્રમાણે તેલ
સ્વનાદ પ્રમાણે મીઠું
જરુર પ્રમાણે હરદળ
1 ચમચી ખાંડ
1 ચમલી લીબુંનો રસ
12 થી 14 નંગ સુકી મેથીના દાણા
સૌ પ્રથમ કેપ્સિકમ મરચાના બી કાઢીને તેના નાના નાના એક સરખા ચોરસ ટૂકડા કરીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો,તેમાં મેથી અને જીરુ લાલ કરીલો
હવે આ તેલમાં કેપ્સિકમના ટૂકડા એક કરીલો, હવે આ મરચા બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો, ત્યાર બાદ તેમા હરદળ અને મીઠું એડ કરીલો
હવે તેમાં બેસન એડ કરીને બરાબર મિક્સ કરો બેસન શેકાય જાય એટલે તેમાં અડધો કપ પાણી એડ કરવું
હવે આ પાણી ઉકળે એટલે તેમાં લીબું અને ખાંડ મિક્સ કરીને 3 મિનિટ પકાવી લેવું
તૈયાર છે ખટ્ટ મીઠું કેપ્સિકમનું શાક જે 10 મિનિટ કરતા પણ ઓછા સમયમાં રેડી થઈ જશે, અને બાળકોને તો ખૂબ જ ભાવશે
જો તમે બાળક માટે બનાવી રહ્યા છો તો તમે ઉપરથી ચીઝ, બેસનની સેવ એચ કરી શકો છો.