
કિચન ટિપ્સઃ ગુજરાતી વાનગી હાંડવો હવે ઘરે જ બનાવો, બસ જોઈલો તેનું બેટર બનાવાની આ પરફેક્ટ રીત
સાહિન મુલતાનીઃ-
ગુજરાતમાં નાસ્તાની વાત આવે એટલે હાંડવો તો યાદ કરવો રહ્યો દરેક જગ્યાએ હગોંડવો સરળતાથી મળી રહે છે. ઘણા લોકો તેનો લોટ તૈયાર લાવતા હોય છે જો કે આજે તમને ઘરમાં જ પડેલી દાળ ચોખામાંથી તેનું ખીરુ બનાવાની રીત બતાવીશું જેનાથી સ્વાદિષ્ટ હાંડવો તમે ઘરે જ બનાવી શકશો.
હાંડવો બનાવાની રીત
- સામગ્રી
- 2 કપ – મગની દાળ
- 1 કપ – ચોખા
- 2 નંગ – જીણા સમારેલા કાંદા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 3 ચમચી – આદુ મરચાની પેસ્ટ
- 1 ચમચી રાય
- જરુર પ્રમાણે – લીલા ઘણા
- 10 થી 12 નંગ – કઢીલીમડાના પાન
- અડઘો કપ – શીંગદાણા
- 1 ચમચી – તેલ
રીત – સૌ પ્રથમ ચોખા અને દાળને 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખો , હવે દાળ-ચોખાની અંદર રહેલું પાણી બરાબર નીતારી લો, ત્યાર બાદ બન્નેને એક સાથે મિક્સરમાં ક્રશ કરીલો.
( જો તમારે આ નાસ્તો સવારે બનાવો છે રો સાંજે દાળ પલાળીને રાત્રે તેને મિક્સરમાં દળીને ફ્રીજમાં બેટર રાખીદો)
હવે આ મિશ્રણમાં આદુ મરચાની પેસ્ટ,મીઠૂં, હરદળ, લીલા ઘાણા, જીણા સમારેલા કાંદા,બે ચપટી સોડાખાર નાખીને બરાબર મિક્સ કરીલો,ધ્યાન રાખવું મિશ્રણ નરમ ન થઈ જાય. હા જો મિશ્રણ કડક લાગે તો થોડુ પાણી એડ કરવું.
એક એક નોન્સટિક પેન લો, નોનસ્ટિક એટલા માટે કે તેમાં માત્ર 1 ચમચી તેલની જ જરુર પડશે, હવે આ પેનમાં તેલમાં રાય ફોડીલો ત્યાર બાદતેમાં લીમડો અને શિંગદાળા પણ સાતંળી લો,
હવે આ વધારમાં મગની દાળ અને ચોખાનું 2 કપ મિશ્રણ એડ કરીને ગોળ ફરતે હાંડવાની જેમ સ્પ્રેડ કરીલો, હવે તેના પર ઢાકંણ ઢાકીને 3 થી 4 મિનિટ થવાદો, ત્યાર બાદ તેને પલટાવીને બીજી જાબૂ પણ 3 થી 4 મિનિટ થવાદો તૈયાર છે તમારો મગની દાળનો હાંડવો.
આ હાંડવાને ચા સાથે ,ટામેટા સોસ સાથે, દહી સાથે ખાઈ સકો છો, આ સાથે જ ગ્રીન ચટણી અને સલણની ચટણી પણ ખઆઈ શકો છો