
કિચન ટિપ્સ – સાઉથ ગુજરાતના ફેમસ પોંક વડા બનાવો આ રીતે માત્ર 10 મિનિટમાં
- લીલા પોંકના વડા બનાવો સરળ રીતે
- પોંક વડામાં ખૂબ ઓછી સામગ્રીની જરુર પડે છે
શિયાળાની સિઝન આવતાની સથે સાઉથ ગુજરાત બાજુ જૂવારના પોકની સિઝન પણ શરુ થાય છે, પોકએટલે લીલુ ધાન્ય ,ખાસ કરીને જૂવારનો પોક વધુ ખાવામાં આવે છે, જૂવાર જ્યારે લીલી હોય ત્યારેતેને ડુંડા સહિત કોલસા પર શેકીને જૂવારને કાઢી લેવામાં આવે તેને પોક તરીકે ઓળખાય છે, સુરત સહીતના વિસ્તારોમામ આ પોંકના વડા ખૂબ જ પ્રચલિત છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ પોંક વડા
સામગ્રી
- 200 ગ્રામ – પોંક
- 2 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 2ચમચી – લસણની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠૂ
- 4 ચમચી – કોર્ન ફ્લોર
- 2 ચમચી – બેસન
- 2 ડુંગળી – જીણા સમારેલી
- સ્વાદ પ્રમાણે – મરીનો પાવડર
- તળવા માટે – તેલ
સૌ પ્રથમ પોંકને મિક્સરમાં અધકચરા ક્રશ કરીલો
હવે તેમાં મીઠુ, મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, સમારેલી ડુંગળી, મરીનો પાવડર એડ કરીને બરાબર મિક્સ કરીલો,
હવે આ મિશ્રણમાં બેસન, કોર્નફ્લોર એડ કરીલો, હવે એ રીતે મિશ્રણ બનવું જોઈએ કે જેના વડા પાડી શકાય
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો
આ મિશ્રણમાંથી નાના નાના વડા બનાવીને તળી લો,આને તમે ગ્રીન ચટણી સાથે ટામેટા સોસ સાથે લર્વ કરી શકો ચો.