
કિચન ટિપ્સઃ શિયાળાની સાંજે ‘ઘી’ માં બનાવો લીલું લસણ અને બટાકાનું ‘કાચું’
- લીલા લસણ અને બટાકાનું ઘી વાળું શાક એટલે કાચું
- ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે
- શરીરને રાખે છે તંદુરસ્ત
શિયાળામાં મોટાભાગના ઘરોમંા ગરમ ખોરાક ખવાતો હોય છે આ સાથે જ લીલા શાકભાજી અને ઘી પણ ખૂબ ખાવામાં આવે છે જેથી આરોગ્ય તંદુરસ્ત રહે અને ઠંડીથી પણ રક્ષણ મેળવી શકાય,ત્યારે આજે બટાકા સાથે લીલા લસણનું કાચું શાક ઘીમાં કઈ રીતે બનશે તે જોઈશું ,જે ખાવામાં ખૂબ હેલ્ઘી હોય છે, બટાકા આમ તો ગેસ કરે છે પરંતુ લસણ વધુ માત્રામાં તેમાં હોવાથી તે શરીરમાં ગેસ બનવા દેશે નહી અને તેલમાં નહી પરંતુ ઘીમાં આ શાક બનશે જેથી શિયાળામાં તમારું આરોગ્ય પણ ફીચ રહી શકે, આ શાક વધારતા માત્ર 5 મિનિટ થાય છે
લસણ બટાકાનું હેલ્ધી શાક બનાવા માટેની સામગ્રી
- 250 ગ્રામ – લીલું લસણ જીણું સમારેલું
- 2 નંગ – બટાકા( બાફીલેમ ક્રશ કરી લેવાઃ
- 100 ગ્રામ – દેશી ઘી
- 1 ચમચી – લીલા મરણા કતરેલા
- 1 ચમચી – જીરુ
- અડધી ચમચી – મરીનો પાવડર
- અડધો કપ – લીલા ઘાણા -જીણા સમારેલા
- સ્વાદ પ્રમાણે – મીઠું
લીલા સલણ બટાકાનું સાક બનાવાની રીત
સૌ પ્રથમ એક કઢાઈમાં ઘીને ગરમ થવાદો, ત્યાર બાદ તેમાં જીરું અને લીલુ લસણ સાંતળી લો
હવે આ તેલમાં ક્રશ કરેલા બટાકા, મીઠું,મરીનો પાવડર એડ કરીને ચમચી વજે બારબાર મિક્સ કરીને 5 મિનિટ સુધી ગેસ પર જ થવાદો
હવે ગેસ બંધ કરીને તેમાં લીલા ઘાણા એડ કરીને રોટલી સાથે શાક સર્વ કરો
આ શeકમાં લીલુ લસC હોવાથી તે વધુ ટેસ્ટી લાગશે અને ઘી હોવાથી તમારા હાડકાઓને મજબૂત કરશે,આ સાથે જ મરી પાવડરથી શરદી અને કફનો નાશ થશે,આમ સરવાળે આ શાક ખૂબ હેલ્ઘી હોય છે.