કિચન ટિપ્સઃ- ખાલી ચાર જ સામગ્રીમાં બનાવો બટાકાનું આ ટેસ્ટી ક્રિસ્પી શાક
સાહિન મુલતાની
સામગ્રી
5 ચમચા – તેલ
4 નંગ – બટાકા
1 ચમચી – લાલ મરચું
સ્વાદ – પ્રમાણે મીઠું
1 ચમચી – ઘાણાજીરું
સૌ પ્રથમ બટાકાની છાલ કાઢીલો હવે વચ્ચમાંથી બટાકાના બે ભાગ ઊભી સાઈઝમાં કાપીલો, હવે તેને આડા કરીને પાતળઈ પાતળી ચિપ્સ ચપ્પુ વડે સમારીલો.
હવે સમારેલા બટાકાને પાણી વડે ઘોઈને કોરા કરીલો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તરત જ તેમાં બટાકા નાખીદો અને હરદળ તથા મીઠું નાખીદો અને ઢાકણ ઢાકીને થવાદો
હવે ગેસની ફઅલેમ ઘીરી રાખીને બટાકાને ફેરવો આ રીતે 10 થી 15 મિનિટ થાય એટલે તેમાં લાલ મરચું અને ઘાણાજીરું નાખઈ બરાબર મિક્સ કરીદો તૈયાર છે સિમ્પલ કાતરી
નોંધ – તમે પ્રવાસમાં કે લોંગ ટૂર પર જાણો તો આ કાતરી લઈ જઈ શકો છો અંદર લસણ કે લીલો મલાસો ન હોવાથઈ તે 1 દિવસ સુધી બગડશે નહી.