Homeગુજરાતીગુજરાતકિચન ટિપ્સઃ-હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર બનાવવું હોય તો જોઈલો આ સૌથી...

કિચન ટિપ્સઃ-હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર બનાવવું હોય તો જોઈલો આ સૌથી ઈઝી રીત

સાહિન મુલતાનીઃ-

લીલા વટાણા સાથે પનીરનું શાક આપણે રેસ્ટોરન્ટમાં ખૂબ મજાથી ખાતા હોઈએ છીએ પણ જો એજ ષાક તમે ઘરે 15 મિનિટમાં જ બનાવી લો અને સ્વાદ પણ રેસ્ટોરન્ટ જેવો જ તો કેવી મજા પડી જાય તો ચાલો જોઈએ ઓછા સમય અને બેઝિક સામગ્રીમાંથી બનતું પનીર મટરનું આ ટેસ્ટિ શાક

સામગ્રી

  • અડધો કપ – લીલા વટાણા(બાફેલા)
  • 6 થી 8 નંગ – પનીપના ટૂકડા
  • 2 નંગ – ટામેટા
  • 2 નંગ – ડુંગળી
  • 7-8 નંગ સલણની કળી
  • અક મોટા -આદુનો ટૂકડો
  • સ્વાદ પ્રમાણે – નમક
  • 2 ચમચી – કાશ્મીરી લાલ મરચું
  • જરુર પ્રમાણે -હળદર
  • 2 ચમચી – મલાઈ
  • 1 નંગ – તજ
  • 4 નંગ -લવિંગ
  • 4 નંગર -મરી
  • 2 ચમચી – જીરુ
  • 1 ચમચી -કસ્તુરી મેથી ( સુકી અથવા  લીલી જે હોય તે)

 

સૌ પ્રથમ ડુંગળી  ટામેટાને મોટા મોટા સમારીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો, તેલમાં જીરું ,ડુંગળી .ટામેટા, લસણની કળીઓ અને આદુને જીણું જીણું સમારીને એડ કરીલો,ત્યાર બાદ તેમાં તજ-લવિંગ અને મરી પમ એડ કરીલો, હવે આ દરેકને ગેસ પર5 મિનિટ સુધી બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો

હવે ગેસ બંધ કરી આ ગ્રેવીને ઠંડી થવા દો,ત્યાર બાદ મિક્સરની જારમાં તેને તદ્દન જીીઈ ક્રશ કરી લો

હવે જે કઢાઈમાં ગ્રેવી બનાવી તમાં ફરી બે ચમચી તેલ લઈને જીરું એડ કરો અને ત્યાર બાદ તેમાં આ ગ્રેવી નાખીદો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠછું, હરદળ અને લાલ મરચું એડ કરીને 2 ચમચી જેટલું પાણી નાખીને ગ્રેવીને વધુ 3 મિનિટ થવાદો

ત્યાર બાદ આ ગ્રેવીમાં બાફએલા વટાણા અને પનીર એડ કરી દેવું, હવે તેમાં 2ચમચી મલાઈ એડ કરો અને 1 કપ પાણી એડ કરો,હવે કઢાઈને ઢાંકીને ગેસની ફ્લેમ ઘીમી કરીને 5 મિનિટ સુઘી થવાદો, હવે કસ્તુરી મેથીના પાન સુ તેમાં એડ કરીને બરાબર મિક્સ કરીલો.ત્યાર બાદ ગેસ બંધ કરીદો

હવે ઉપરથી લીલા ઘાણા અને મલાઈ એડ કરીને સર્વ કરો તૈયાર છે લઝીઝ સ્વાદ વાળું મટર પનીર,જે બનાવામાં તદ્દન ઈઝિ પણ છે અને તમારા રસોડામાં પડેલી સામગ્રીના ઉપયોગથી જ બની જશે

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular