
વાળની સુંદરતાની વાત આવે ત્યારે આપણી પાસે હજારો ઉપાય અને નુસ્ખાઓ છે જે વાળની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકે છે. લોકો માને છે કે વાળની સુંદરતા સ્ત્રીઓ માટે સૌથી વધારે મહત્વની હોય છે. સ્ત્રી પોતાની સુંદરતાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરતી નથી પણ જ્યારે વાત આવે વાળની ત્યારે તો સ્ત્રીઓ વધારે સતર્ક અને સાવધાન થઈ જતી હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ગુલાબજળનો ઉપયોગ વાળની સુંદરતા વધારવા માટે તો ગુલાબજળથી પણ તમે પોતાના વાળને વધારે સુંદર બનાવી શકો છો.
આ પાછળનું કારણ એ છે કે ગુલાબજણમાં વિટામીન એ, બી3, સી અને ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. અને જ્યારે તમે ગુલાબજળની વાળમાં લગાવો ત્યારે તે વાળની ચમકને વધારે છે અને વાળ એકદમ કાળા ઘટ્ટ દેખાવા લાગે છે. આ ઉપરાંત આના ઉપયોગથી વાળ ખરવાનું પણ અટકે છે. લોકો ક્યારેક ગુલાબજળનું હેરમાસ્ક બનાવીને લગાવતા હોય છે અને પછી ગુલાબજળવાળા પાણીથી તેને સાફ પણ કરતા હોય છે જેના કારણે તેમના વાળ વધારે સિલ્કી અને સોફ્ટ બને છે.
તમે ગુલાબજળનો શેમ્પૂ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઘરે જ ગુલાબ જળમાંથી શેમ્પૂ બનાવી શકો છો. આ માટે અડધો કપ ગુલાબજળ લો. તેમાં રોઝ ઑઈલ, બીયર અને બે ચમચી કેસ્ટાઈલ સોપ લો. તેને ત્યાં સુધી હલાવતા રહો, જ્યાં સુધી બધુ સરખી રીતે મિક્સ ન થી જાય. હવે તમે આ હોમમેડ રોઝ વૉટર શેમ્પૂથી તમારા વાળ ધોઈ શકો છો. તેનાથી તમારા વાળને પોષણ મળશે અને સ્લેલ્પનું ક્લીનિંગ થશે. સાથે-સાથે વાળ પર જામેલ બધી જ ધૂળ-માટી નીકળી જશે અને વાળની સુંદરતા વધશે.
તમારી ત્વચા અને શરીર તમારી જ જેમ અલગ છે. તમારા સુધી અમારા આર્ટિકલ્સ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સના માધ્યમથી સાચી, સુરક્ષિત અને વિશેષજ્ઞ દ્વારા વેરિફાઈડ માહિતી લાવવી જ અમારો પ્રયત્ન છે, પરંતુ છતાં પણ કોઈ પણ હોમ રેમેડી, હેક કે ફિટનેસ ટિપને ટ્રાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી.