કિચન ટિપ્સઃ- હવે ઈન્સ્ટન્ટ બનાવો આ મિલ્કી પાસ્તા, તદ્દન ઓછા ઈન્ગ્રીડન્ટ્સની પડશે જરુર
સાહિન મુલતાનીઃ-
ઘણા લોકો અનલિમીટેડ બફેટમાં જતા હોય છે ત્યા પાસ્તાના 20 થી વધુ સલાડ હોય છે જેમાં એક થોડા સ્વિટ અને થોડા સ્પાઈસી વ્હાઈટ મિલ્કી પાસ્તા પણ હોય છે આ પાસ્તા બનાવવા માટે ખૂબ જ ઓછી સામગ્રી અને નહીવત મહેનત થાય છે જો તમારા બાળકો ભૂખ લાગી હોય ત્યારે આ મિલિકી પાસ્તા તમે બનાવી શકો છો તો ચાલો જોઈએ મિલ્કી પાસ્તાની રેસિપી
સામગ્રી
- 2 કપ – પાસ્તા
- 2 નંગ – ચિઝની ક્યૂબ
- 3 કપ – દૂધ
- 1 ચમચી – તેલ અથવા બટર
- 1 ચમચી – મેંદો
- સ્વાદ અનુસાર – મરીનો પાવડર
- 1 ચમચી – ઈટાલિયન હબ્સ
- અડધી ચમચી – ચીલી ફ્લેક્સ
સૌ પ્રથમ કોઈ પણ શેપના પાસ્તા લઈને તેને ઘોઈલો ત્યાર બાદ તેને પાણીમાં નાખીને જ્યાં સુધી બરાબર સોફ્ટ થઈ જાય ત્યા સુધી તેને બાફીલો બફાય ગયા બાદ કાણી ચારણીમાં તેને નિતારી લો
હવે એક કઢાઈ ગેસ પર ગરમ થવા રાખો કઢાઈ ગરમ થાય એટલે તેમાં તેલ લઈલો હવે તેમાં મેંદો નાખો અને બરાબર શેકીલો
હવે મેંદો થોડો બ્રાઉન થાય એટલે તેમાં ધીરે ધીરે દૂધ એડ કરતા જાણઓ ,ધ્યાન રાખવું મેંદાના ગાંગળા ન પડે.આ રીતે બધુ જ દૂધ એડ કરીલો
હવે આ મિલ્કીમાં મીઠું, ચીલી ફ્લેક્સ, હબ્સ અને ચીઝ નાખીને 1 મિનિટ ઉકાળો એક ઉકળો આવે એટલે તેમાં બાફેલા પાસ્તા એડ કરીને 2 મિનિટ ગરમ કરીને ગેસ બંધ કરીદો
તૈયાર છે ઈન્સ્ટન્ટ મિલ્કી પાસ્તા