કિચન ટિપસઃ- હવે રાઈસ સાથે બનાવો આ ચટાકેદાર ટામેટાનો રસો, બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્તી
સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે ટામેટાની ચટણી આપણે ખાતા હોઈએ છીએ અથવા તો સેવ ટામેટાનું શાક ખાઈે છીએ પરંતુ જ્યારે તમને ખૂબ જ ભૂખ લાગી હોય અને ખિચડી કે રાઈસ સાથે કઈક શાક ખાવાનું મન થાય ત્યારે તમે ટામેટાનો રસો બનાવી શકો છો,જેમાં ખૂબ જ ઓછી સામગ્રીની જરુર પડે છે અને તે જલ્દી પણ બની જાય છે. તો ચાલો જોઈએ આ ચટાકેદાર વાનગી બનાવાની સિમ્પલ રીત
સામગ્રી
- 4 નંગ – ટામેટા
- 1 નંગ – ડુંગળી
- 5 નંગ – લસણની કળી
- 1 નંગ – આદુનો ટૂકડો
- 3 ચમચી – તેલ
- અડધી ચમચી – રાય
- અડધી ચમચી – જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠું
- પા ચમચી – હરદળ
- 4-5 – મીઠા લીમડાના પાન
- 1 ચમચી – લાલ મરચું
- અડધી ચમચી – મરીનો પાવડર
બનાવાની રીત
સૌ પ્રથમ ટામેટાના ડિચા કાઢીલો, ત્યાર બાદ તેના ચાર કટકા કરીલો, હવે આ ટામેટાને ગરમ પાણીામં 6 થી 8 મિનિટ ઉકાળી લો. ત્યાર બાદ જેટલી છાલ દેખાય તેટલી કાઢીલો બાકી રહેવા દેશો તો પણ ચાલશે.
હવે મિક્સરની જાર લો તેમાં ડુંગળી, આદુ , લસણ, મીઠું, મરીનો પાવડર અને ટામેટા એડ કરીને તેને એકરસ થાય તે રીકે જારમાં પીસીલો
આ સાથે જ તમને જેટલું ઘટ્ટ જોઈએ તે રીતે પાણી વધઘટ કરી શકો છો.
હવે એક તપેલીમાં તેલ લો તેમાં રાય ફોડો જીરું લાલા કરો ત્યાર બાદ કઢી લીમડો ,હરદળ નાખીને ટામેટાની પ્યુરી નાખીદો
હવે ઓછામાં ઓછી 10 મિનિટ આ પ્યુરીને ઉકાળવા દો જરુર જણાય તે રીતે પાણી નાખો તાૈયાર છે તમારા ટામેટાનો આ ચટાકેદાર રસો
આ રસો ખિચડી અને ભાત સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.