
કિચન ટિપ્સ – બાળકો માટે હવે નાસ્તામાં ટ્રાય કરો પનીર મસાલા અપ્પમ
સાહિન મુલતાની –
બાળકોને નાસ્તામાં અવનવી વાનગીઓનો સ્વાદ જોઈએ છે સવારના નાસ્તામાં બાળકો ખાસ કરીને ટેસ્ટી અને સારી વાનગી માંગતા હોય છે આવી સ્થિતિમાં આ પનીર અપ્પમ બાળકોને ખુબજ ભાવશે .
સામગ્રી
- 1 કપ – રવો
- 1 કપ – દહી
- 1 કપ – છીણેલું પનીર
- 1 ચમચી – વાટેલાં મરચાં
- સ્વાદ મુજબ – મીઠું
- પા ચમચી – સોડાખાર
- 1 નંગ – જઈઊનું સમારેલું ટામેટું
- 1 નંગ – જીણું સમારેલું ગાજર
- 1 નંગ – કેપ્સિકમ મરચું જીણું સમારેલું
સૌ પ્રથમ એક મોટું વાસણ લો તેમાં રવો દહી અને પનીર ને બરાબર મિક્સ કરો જૉ જરૂર લાગે તો પાણી એડ કરવું અને ઘટ્ટ ખીરું તૈયાર કરી લેવું
હવે તેમ ગાજર કેપ્સિકમ મરચાં લીલા મરચાં ,ટામેટાં એ કરીને સોડાખાર અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરીલો
હવે અપ્પમની પ્લેટમાં તેલ લગાવી તેને 2 મિનિટ ગરમ કારીલો
ત્યાર બાદ અપ્પમની પ્લેટમાં બેટર એડ કરીને 10 થી 15 મિનિટ બંને બાજુ બેક કારીલો
આ અપ્પમ તમે ચટણી કે ટામેટાં સોસ સાથે સર્વ કરી શકો છો