1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- લસણ ટામેટાની આ ચટણી બનાવાની રીત જોઈલો ,જેને ફ્રીજમાં કરી શકો છો સ્ટોર
કિચન ટિપ્સઃ- લસણ ટામેટાની આ ચટણી બનાવાની રીત જોઈલો ,જેને ફ્રીજમાં કરી શકો છો સ્ટોર

કિચન ટિપ્સઃ- લસણ ટામેટાની આ ચટણી બનાવાની રીત જોઈલો ,જેને ફ્રીજમાં કરી શકો છો સ્ટોર

0

સાહિન મુલતાનીઃ-

ચટણી નામ પડતાજ મોઢામાં પાણી આવી જાય ચટણી અનેક પ્રકારની હોય છે, આજે આપણે લસણ ટામેટાની ઓછી સ્પાઈસી એવી ચટણી બનાવીશું જેને બ્રેડ સાથે રોટલી સાથે કે પછી ખીચડી સાથે પણ ખાય શકાય છે. તો ચાલો જોઈએ આ ટામેટા લસણની ચટણી બનાવાની રીત

સામગ્રી

  • 2 નંગ – ટામેટા
  • 1 કપ – છોલેલું લસણ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી – જીરુ
  • 4 ચમચી – લાલ મરચું
  • 1 ચમચી – રાય
  • 2 ચમચી – તેલ

સૌ પ્રથમ એક મિક્સરની જાર લો તેમાં ટામેટા , લસણ ,મીટું ,જીરુ અને લાલ મરચું નાખીને ક્રશ કરીલો, અધકચરું ક્રશ કરવું

હવે એક વાસણમાં તેલ ગરમ કરી રાય ફઓટીલો હવે તેમાં મિક્સરમાં વાટેલી ચટણી એડ કરીને 2 મિનિટ સાંતળઈ લો, તૈયાર છે ટામેટા લસણની રેડ ચટણી.

આ ચટણી તમે દાલ બાટી સાથે ખાય શકો છો. બ્રેડ પર સેન્ડવિચ બનાવો ત્યારે લગાવી શકો છો,રોટલીમાં શાકની જેમ પણ ખાય શકો છો.પિત્ઝાના બેજ પર પિત્ઝા સોસ તરીકે પણ વાપરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.