1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- આ રીતે ઘરે જ બનાવો ઘંઉના લોટ અને કોપરાના ક્રિસ્પી બિસ્કીટ
કિચન ટિપ્સઃ- આ રીતે ઘરે જ બનાવો ઘંઉના લોટ અને કોપરાના ક્રિસ્પી બિસ્કીટ

કિચન ટિપ્સઃ- આ રીતે ઘરે જ બનાવો ઘંઉના લોટ અને કોપરાના ક્રિસ્પી બિસ્કીટ

0
Social Share
  • ઘંઉના લોટના ક્રિસ્પી બિસ્કિટ હવે ઘરે જ બનાવો
  • ખાવામાં સ્વાદિષ્ટ અને સ્ટોર પણ કરી શકાશે

 

સામાન્ય રીતે દરેક ઘરમાં નાસ્તામાં બિસ્કીટનું ચલણ હોય છે, જો કે આ બિસ્કીટ મોટાભાગે આપણે તૈયાર લાવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે ઘઉંના ભાખરીના લોટમાંથી ઘરે જ બિસ્કીટ બનાવતા શીખીશું.

સામગ્રી

  • 1 કિલો – ભાખરીનો લોટ
  • 300 ગ્રામ – દળેલી ખાંડ
  • 300 ગ્રામ – કોપરાનું છીણ
  • 200 ગ્રામ – દેશી ઘી
  • એડધી મચની – બેકિંગ પાવડર
  • અડધી ચમચી – એલચીનો પાવડર

બિસ્કિટ બનાવાની રીતઃ-

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ લઈલો ત્યાર બાદ ઘીને ગરમ કરીને તેમાં એડ કરી હાથ વડે બરાબર મોળ મિક્સ કરો.
  • હવે તેમાં ગળેલી ખાંડ અને બેકિંગ પાવડર એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરો
  • ત્યાર બાદ આ લોટમાં કોપરાની છીણ એડ કરીદો
  • હવે તેમાં એલચી પાવડર એડ કરીને બરાબર ફરી મિક્સ કરીલો
  • હવે નવશેકુ ગરમ પાણી કરીને તેનો લોટ બાંઘીલો
  • હવે ઓ લોટમાંથી એક સરખા મોટા મોટા  લૂઆ તૈયાર કરીલો
  • હવે આ લૂઆને  એકદમ જાડા રોટલાની સાઈઝમાં વણીલો
  • હવે એક ડબ્બીનું ઢાંકણ જે બિસ્કીટચ સાઈઝનું હોય તે લઈલો અને તેનાથી આ રોટલામાથી બિસ્કીચ કાપીલો,હવે આ રીતે દરેક બિસ્કીટ તૈયાર કરીલો
  • હવે એક કઢાઈમાં અડઘી કઢાઈ ભરીને મીઠું ગરમ કરો ,ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી
  •  હવે જ્યારે મીઠું બરાબર ગરમ થઈ જાય એટલે તેના ઉપર એક પ્લેટ રાખો અને તે પ્લેટ પર બિસ્કિટ ગોઠવીલો અને કઢાઈને ફીટ ઢાંકણ વડે કવર કરીલો
  • હવે આ કઢાઈને ગેસ પર 40 થી 45 મિનિટ થવાદો તૈયાર છે તમારી કોપરાની હોમમેડ બિસ્કિટ
  • જો તમારા ત્યા ઓવન હોય તો તમે ઓવનનો ઉપયોગ કરી શકો છો.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code