કિચન ટિપ્સઃ- આ રીતે ઘરે જ બનાવો ઘંઉના લોટ અને કોપરાના ક્રિસ્પી બિસ્કીટ
- ઘંઉના લોટના ક્રિસ્પી બિસ્કિટ હવે ઘરે જ બનાવો
- ખાવામાં સ્વાદિષ્ટ અને સ્ટોર પણ કરી શકાશે
સામાન્ય રીતે દરેક ઘરમાં નાસ્તામાં બિસ્કીટનું ચલણ હોય છે, જો કે આ બિસ્કીટ મોટાભાગે આપણે તૈયાર લાવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે ઘઉંના ભાખરીના લોટમાંથી ઘરે જ બિસ્કીટ બનાવતા શીખીશું.
સામગ્રી
- 1 કિલો – ભાખરીનો લોટ
- 300 ગ્રામ – દળેલી ખાંડ
- 300 ગ્રામ – કોપરાનું છીણ
- 200 ગ્રામ – દેશી ઘી
- એડધી મચની – બેકિંગ પાવડર
- અડધી ચમચી – એલચીનો પાવડર
બિસ્કિટ બનાવાની રીતઃ-
- સૌ પ્રથમ એક મોટા વાસણમાં લોટ લઈલો ત્યાર બાદ ઘીને ગરમ કરીને તેમાં એડ કરી હાથ વડે બરાબર મોળ મિક્સ કરો.
- હવે તેમાં ગળેલી ખાંડ અને બેકિંગ પાવડર એડ કરીને હાથ વડે બરાબર મિક્સ કરો
- ત્યાર બાદ આ લોટમાં કોપરાની છીણ એડ કરીદો
- હવે તેમાં એલચી પાવડર એડ કરીને બરાબર ફરી મિક્સ કરીલો
- હવે નવશેકુ ગરમ પાણી કરીને તેનો લોટ બાંઘીલો
- હવે ઓ લોટમાંથી એક સરખા મોટા મોટા લૂઆ તૈયાર કરીલો
- હવે આ લૂઆને એકદમ જાડા રોટલાની સાઈઝમાં વણીલો
- હવે એક ડબ્બીનું ઢાંકણ જે બિસ્કીટચ સાઈઝનું હોય તે લઈલો અને તેનાથી આ રોટલામાથી બિસ્કીચ કાપીલો,હવે આ રીતે દરેક બિસ્કીટ તૈયાર કરીલો
- હવે એક કઢાઈમાં અડઘી કઢાઈ ભરીને મીઠું ગરમ કરો ,ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી
- હવે જ્યારે મીઠું બરાબર ગરમ થઈ જાય એટલે તેના ઉપર એક પ્લેટ રાખો અને તે પ્લેટ પર બિસ્કિટ ગોઠવીલો અને કઢાઈને ફીટ ઢાંકણ વડે કવર કરીલો
- હવે આ કઢાઈને ગેસ પર 40 થી 45 મિનિટ થવાદો તૈયાર છે તમારી કોપરાની હોમમેડ બિસ્કિટ
- જો તમારા ત્યા ઓવન હોય તો તમે ઓવનનો ઉપયોગ કરી શકો છો.