
કિટન ટિપ્સઃ- સફેદ કઢી બનાવવાની સૌથી ઈઝી રીત જોઈલો, થોડીજ મિનિટમાં બનીને થઈ જશે રેડી
- સફેદ કઢી બનાવાની ઈઝી રીત
- ખૂબ જ ટેસ્ટિ અને તરત બની પણ જશે
શિયાળાની સિઝનમાં ગરમા ગરમ કઢી પીવાની મજા જ કમક અલગ હોય છે, ગુજરાતીઓની પસંદગી વાનગીઓમાં એક કઢી પણ છે, ગુજરાત ભરમાં સાંજના ભોજનમાં કઢીનો સમાવેશ થતો જ હોય છે, આમ તો જૂદા જૂદા વિસ્તારોમાં અલગ અલગ કઢી બનતી હોય છે, જેમ કે સફેદ કઢી,પીળી કઢી મીઠી કઢી તો આજે વાત કરીએ સફેદ કઢી બનાવાની જે ખાવામાં પણ સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ ઈઝી છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ કઢી
સામગ્રી
- 500 ગ્રામ – છાસ
- 3 ચમચી – બેસન
- લીલા મરચા – 4 નંગ (લીલા મચરા ખાંડણીમાં વાટીલો)
- મીઠૂં -સ્વાદ પ્રમાણે
- 1 મોટા આદુનો ટૂકડો -(ખાંડણીમાં વાટીલો)
- 10 થી 12 નંગ – લસણની કળી ( ખાંડણીમાં વાટીલો)
- રાય – જરુર પ્રમાણે
- જીરુ – જરુર પ્રમાણે
- 3 ચમચી – તેલ
- કઢી લીમડો – 10 થી 12 નંગ
- 2 ચપટી – મેથી
- લીલા ધાણા જીણા સમાલેરા -જરુર પ્રમાણે
કઢી બનાવવાની રીત
સો પ્રથમ એક બાઉલમાં છાસ લઈલો, હવે તેમાં જરુર પ્રમાણે મીઠું, આદુ-મરચા અને લસણની ખાડેલી પેસ્ટ અને બેસન એક કરીને વલોણીથી બરાબર મિક્સ કરીલો. બેસનના ગાઠા ન પડે તે ખાસ ધ્યાન રાખવું.
હવે એક કઢાઈમાં તેલ લો, તેમાં રાય ફોડો, હવે જીરુ એડ કરીને કઢી લીમડો અને મેથી એડ કરો ત્યાર બાદ તેમાં કઢીનું તયાર કરેલું મિશ્રણ એડ કરીલો, હવે ઘીમા તાપે કઢીને ઉકાળતા રહો, હવે કઢી ઉકળી જાય એટલે તેમાં લીલા ધાણા એડ કરીને કઢીને ઉતારીલો.
તૈયાર છે તમારી ગરમા ગરમ કઢી તમે તેને પી શકો છો અને ખીચડી સાથે પણ શકો છો. આ કઢી પીવાથી શરદીમાં પણ રાહત થાય છે, ગળાના દુખાવામાં રાહત મળશે.