
જાણો ભારતની પ્રથમ માનવ રહીત કાર વિશે -બીટેકના વિદ્યાર્થીઓ એ તૈયાર કરી છે આ કાર, પ્રથમ સ્ટેજનું પરિક્ષણ રહ્યું સફળ
- દેશની પ્રથમ માનવરહીત કાર
- એમએનએનઆઈટીના વિદ્યાર્થીઓ દ્રારા તૈયાર કરાઈ
દિલ્હીઃ-આપણા દેશના વિદ્યાર્થીઓ અવનવી બાબતે પ્રગતી કરી રહ્યા છે ત્યારે હવે મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી દ્રારા દેશની પ્રથમ માનવ રહીત કાર બનાવવામાં આવી છે.જે બીટેકના વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે.જેનું પ્રથમ તબક્કાનું પરિક્ષણ કર્યા બાદ શનિવારના રોજ માઈક્રોસોફ્ટ એશિયાના અધ્યક્ષ અહમદ મજહરી સામે પ્રથમ ડેમા કરવામાં આવ્યો છે.,ઉલ્લેખનીય છે કે ભારતમાં અવનવા સંસોધન અને શોધ થઈ રહી છે ત્યારે આ કાર પણ એક નવી શોધ છે.
આ કાર વગર ડ્રાઈવરે ચાલી શકે છે.આ પ્રોજેક્ટ બે વર્ષની અથાગ નમહેનત બાદ રંગ લાવ્યો છે જેમાં પ્રથમ તબક્કાનું પરિક્ષણ સફળ રહ્યું છે.પ્રયોગ તરીકે ગોલ્ફલ કોર્ટમાં આ કારની સિસ્ટમ ફિટ કરાઈ છે.કોડિંગ અને પ્રોગ્રામિંગ સફળ થયા બાદ રોડ પર ચલાલલા માટે તૈયાર કરાઈ છે આ કારની આગળ અને પાછળ બન્ને બાજબ કેમેરા પણ લગાવાયા છે જેથી કારની દિશાનું નિરિક્ષણ પણ કરી શકાશે.
કેમેરા્ની મદદથી માનવ વગર જ આ કાર રસ્તો જોઈને ઓટોમેટિક રીતે આગળ વધી શકશે. કાર કોઈપણ વાહન, માણસ, ભીડ, પ્રાણી અથવા ખાડાને જોઈને જ આગળ વધશે, કોઈ પ્રકારના અવરોધના કિસ્સામાં, તે બ્રેક લગાવીને આપોઆપ બંધ પણ થઈ જશે. એટલું જ નહીં, અવરોધ હટાવવાની સાથે જ આ માનવરહિત કાર પણ તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થશે. તે માર્ગ અકસ્માતના દરેક કારણને સમજી શકશે. હાલમાં આ કાર માત્ર સીધા રસ્તા પર જ દોડી શકશે.
આ કારના પરિક્ષણનો એક મહિના પછી બીજો તબક્કો પૂર્ણ થયા પછી, તે કોઈપણ વળાંક અથવા વાઇન્ડિંગ પાથ પર ચાલી શકશે અને આગળ અને પાછળ પણ દોડી શકશે. આ કારના નિર્માણ પાછળ સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.19 વિદ્યાર્થીઓ દ્રારા મળીને આ કારનું નિર્માણ કરવામાં આવ્યું છે.નવી દિલ્હીના માર્ગ અને પરિવહન મંત્રાલયના અધિક્ષક ઇજનેર તરીકે નિયુક્ત રાજેશ કુમારે આ માનવરહિત કારના નિર્માણ માટે માર્ગદર્શન અને ભંડોળ પૂરું પાડ્યું છે.