1. Home
  2. ગુજરાતી
  3. જન્માષ્ટમી પર એટલે કે આઠમના દિવસે રાખવામાં આવતા ઉપવાસનું શું છે મહત્વ જાણો અહીં
જન્માષ્ટમી પર એટલે કે આઠમના દિવસે રાખવામાં આવતા ઉપવાસનું શું છે મહત્વ જાણો અહીં

જન્માષ્ટમી પર એટલે કે આઠમના દિવસે રાખવામાં આવતા ઉપવાસનું શું છે મહત્વ જાણો અહીં

0
Social Share

આજરોજ 7 સપ્ટેમ્બરના દિવસે દેશમાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે  ભગવાન કૃષ્ણના મંદિરોમાં ભક્છેતોની ભારે ભીડ જોવા મળી રહી છે, હિંદુ કેલેન્ડર અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે થયો હતો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીના રોજ ઉજવવામાં આવે છે

આપણૈ સૌ કોઈ જાણીએ છીએ કે  ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે થયો હતો. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઘણા લોકો નિયમ પ્રમાણે ઉપવાસ કરે છે. એવી માન્યતા છે કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણની વિશેષ કૃપા રહે છે. ચાલો જાણીએ કાન્હાની જન્મજયંતિના દિવસે ઉપવાસ કરવાની રીત.

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાત્રે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે, ત્યારે મોટા ભાગના લોકો આઠમના દિવસે ઉપવાસ કરતા હોય છે તો ચાલો જાણીએ આ ઉપવાસ કરવાની સાચી રીત

હિંદુ પુરાણોમાં ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિના દિવસે કરવામાં આવતા વ્રતનો મહાન મહિમા જણાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવાથી 20 કરોડ એકાદશીનું ફળ મળે છે. જન્માષ્ટમીનું વ્રત કરવાથી વ્યક્તિને અકાળ મૃત્યુ અને પાપકર્મોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

જન્માષ્ટમી ઉપવાસ ફળદાયી છે. આ દિવસે અનાજ ખાવાને બદલે માત્ર ફળ જ ખાઓ. ઘરમાં કોઈપણ પ્રકારનો તામસિક ખોરાક ન બનાવવો. રાત્રે શ્રી કૃષ્ણને જે પણ ચઢાવવામાં આવે તેનો પ્રસાદ ખાવો જોઈએ.

જન્માષ્ટમીના દિવસે રાત્રે ભગવાન કૃષ્ણની પૂજા કરતા પહેલા સ્નાન કરીને પવિત્ર થઈ જાઓ. એક પીળા કપડાને થાળી પર બિછાવીને બાળ ગોપાલને થાળીમાં રાખો અને તેને દૂધ, દહીં, મધ, ઘી અને ખાંડ વગેરેથી સ્નાન કરાવો.

ત્યાર બાદ   સ્વચ્છ કપડાથી સાફ કરો અને નવા કપડાંના ઘરેણાં પહેરો. જન્માષ્ટમીના દિવસે કાન્હાને પીળા ચંદન અથવા કેસરનું તિલક લગાવો. ઉપરાંત, મોર મુગટ અને વાંસળી અર્પણ કરો. આ પછી ફૂલ, ફળ, પંજીરી, ચરણામૃત, માખણ વગેરે અર્પણ કરો. ત્યારપછી ભગવાન શ્રી કૃષ્ણના મંત્રોનો વિધિપૂર્વક જાપ કરો.આ રીતે જો વિધીવત ઉપવાસ કરશો તો ચોક્કસ ભગવાન રાજી થશે

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code