
રાત્રે વાળ ધોવાનું કેમ ટાળવું જોઈએ, જાણો
તમને રાત્રે વાળ ધોવાની આદત હોય તો એક્સપર્ટો મુજબ આ આદત ઘણી બીમારીઓને આનંત્રણ આપે છે. જાણીએ કે રાત્રે વાળ ધોવા કેવી રીતે નુકસાનકારક હોઈ શકે છે.
જ્યારે આપણે વાળ ધોઈએ ત્યારે તે ભીના થઈ જાય છે. ભીના વાળ ખૂબ ભારે હોય છે. જો આપણે આવા ભીના વાળને ઓશીકા કે પલંગ પર આરામ કરીને સૂઈએ તો તેના પર ઘણું દબાણ આવે છે. આ દબાણથી વાળના મૂળ નબળા પડે છે અને વાળ તૂટવા લાગે છે.
ભીના વાળને પગલે ફંગલ ઈન્ફેક્શનની સંભાવનાઓ પણ વધી જાય છે. જ્યારે તેઓ લાંબા સમય સુધી ભીના રહે છે. કીટાણુ અને ફગગસ આપણા વાળને ઈન્ફેક્શનનું શિકાર બનાવે છે.
આખી રાત ભીના વાળના સંપર્કમાં રહેવાથી ખીલ અને ત્વચાની બીજી સમસ્યાઓ થઈ શકે છે. ભીના વાળ સાથે સૂવાથી વાળની કુદરતી રચના અને ચમક પર અસર થાય છે. જ્યારે આપણે ભીના વાળ સાથે સૂઈએ છીએ, ત્યારે વાળ ઘણા કલાકો સુધી ભેજવાળા રહે છે. આવું વારંવાર કરવાથી વાળને નુકસાન થાય છે.