નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ઈડીએ મની લોન્ડગિંગના એક કેસમાં દિલ્હીમાં પાડેલા દરોડામાં કરોડની રોકડ અને જ્વલેરી જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહી ઈન્દ્રજીત સિંહ યાદવ, તેમના સાથીદારો, અપોલો ગ્રીન એનર્જી લીમિટેડ તથા તેની સાથે જોડાયેલી સંસ્થોની સામે કરવામાં આવી હતી. આ પ્રકરણ ધન શોધન નિવારણ અધિનિયમ 2002 હેઠળ નોંધાયેલો છે. ઈડીની તપાસમાં ઈન્દ્રજીતસિંહ યાદવ સામે ગેરકાયદે વસુલાત, પ્રાઈવેટ ફાઈનાન્સ, જબરજસ્તીથી લોન સેટલમેન્ટ, હથિયાર દર્શાવીને ધમકી આપવી અને ગેરકાયદે પ્રવૃતિઓમાં કમિશન મેળવવાનો આરોપ છે. આ પ્રવૃતિથી જોડાયેલા નાણાને વ્હાઈટ કરવામાં આવ્યાની આશંકા છે.
ઈડીએ આ તપાસ હરિયાણા અને ઉત્તરપ્રદેશ પોલીસ દ્વારા નોંધાયેલી 15થી વધારે ફરિયાદ અને ચાર્જશીટના આધારે શરૂ કરી છે. 30મી ડિસેમ્બરના રોજ ઈડીના દરોડા દમિયાન ઈન્દ્રજીતસિંહ યાદવના પરિચીત અમન કુમાર સાથે જોડાયેલા સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સ્થળ દિલ્હીના સર્વપ્રિય વિહાર વિસ્તારમાં આવેલ છે. અહીંથી ઈડીને જંગી માત્રામાં રોકડ અને કિંમતી સામાન મળી આવ્યો હતો.
આ પણ વાંચોઃ WELCOME 2026 : પ્રશાંત મહાસાગરના આ ટાપુ પર નવા વર્ષની દસ્તક
ઈડીના દરોડામાં લગભગ 5.12 કરોડની રોકડ મળી આવી હતી. આ રકમ ગણવા માટે બેંક અધિકારીઓને કેશ કાઉન્ટિગ મશીનને સ્થળ પર બોલાવાયા હતા. એક સૂટકેસમાંથી સોના-હીરાના દાગીના મળી આવ્યા હતા. જેની કિંમત લગભગ 8.80 કરોડ હોવાનું જાણવા મળે છે. અન્ય એક બેગમાંથી કેટલીક ચેકબુક અને મહત્વના દસ્તાવેજ મળી આવ્યાં હતા. આ દસ્તાવેજ લગભગ 35 કરોડની કિંમતની મિલકતના હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચોઃજુઓ VIDEO: વંદે ભારત સ્લીપર ટ્રેનની 180 કિમી પ્રતિ કલાક ઝડપની ટ્રાયલ સફળ


