Site icon Revoi.in

કચ્છઃ BSFના જવાને ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગતા પાકિસ્તાની રેન્જરે અટકાયત કરી

Social Share

ભુજઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે સીમા પરથી વધુ એક સમાચાર આવ્યા છે. જ્યાં સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાનને પાકિસ્તાની રેન્જર દ્વારા અટકાયત કરવામાં આવી છે. BSFનો આ જવાન અજાણતાં સરહદ ઓળંગી ગયો હતો ત્યાર બાદ તેની અટકાયત થઈ હતી.

બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ફિરોઝપુરમાં ભારત-પાક સરહદ પર ફેન્સીંગ નજીક પાક લઈ રહેલા ભારતીય ખેડૂતોની સુરક્ષા માટે BSFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક BSF સૈનિકે અજાણતાં જ બોર્ડર પાર કરી દીધી હતી. જે બાદ પાકિસ્તાની રેન્જરે આ સૈનિકની અટકાયત કરી લીધી હતી. સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, બીએસએફે દ્વારા પાકિસ્તાની રેન્જર્સ સાથે વાતચીત માટે વિનંતી કરવામાં આવી છે.