
કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજીઃ 3.2ની તીવ્રતા નોંધાઈ
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્યરાત્રિ બાદ ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.
કચ્છમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. દરમિયાન રાતના 12.58 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિમી દૂર નોંધાયું હતું. સદનસીબે ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની થઈ ન હતી. કચ્છમાં આવેલા ભૂકંપના આંચકા ભચાઉ અને તેના આસપાસના વિસ્તારમાં અનુભવાયાં હતા. લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.
(PHOTO-FILE)