1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં
વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં

વોટર લિસ્ટમાંથી લાખો નામ કપાયા: જાણો ક્યાં રાજ્યમાં કેટલા મતદારોના નામ કપાયાં

0
Social Share

નવી દિલ્હી 24મી ડિસેમ્બર 2025: Voter ચૂંટણી પંચે વિવિધ રાજ્યોમાં હાથ ધરેલી SIR ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે દેશભરમાં લાખો લોકોના નામ મતદારી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં તમિલનાડુ બાદ ગુજરાત બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી પંચના ડેટા મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ 97 લાખ નામ તમિલનાડુની યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. જોકે, ઉત્તર પ્રદેશમાં આ પ્રક્રિયા હજુ ચાલુ છે અને તેના આંકડા 31 ડિસેમ્બરે જાહેર થશે. નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અગાઉ યુપીમાં 4 કરોડ મતદારો ગાયબ હોવાનો દાવો કર્યો હતો, જેથી યુપીના આંકડા તમિલનાડુને પણ પછાડી શકે છે.

ગુજરાતની વાત કરીએ તો અહીં કુલ 73 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. ડેટા મુજબ ગુજરાતમાં 3.81 લાખ ડબલ મતદારો મળ્યા છે, જે પશ્ચિમ બંગાળ (1.38 લાખ) કરતા પણ વધુ છે. ગુજરાતમાં નામ કમી થવા પાછળના મુખ્ય કારણોમાં મૃત્યુ, સ્થળાંતર અને ડુપ્લીકેશન હોવાનું જણાવાયું છે.

  • કયા રાજ્યમાં કેટલા નામ કપાયા?

કેરળમાં 22 લાખ, મધ્યપ્રદેશમાં 42 લાખ, છત્તીસગઢમાં 27 લાખ, ગુજરાતમાં 73 લાખ, પશ્ચિમ બંગાળમાં 58 લાખ, તમિલનાડુમાં 97 લાખ, અંડમારમાં 22 હજાર, બિહારમાં 47 લાખ, ગોવામાં 1.02 લાખ અને પુડ્ડુચેરીમાં 84 હજાર વ્યક્તિઓના નામ મતદાર યાદીમાંથી કપાયાં છે.

ગુજરાતમાં 18.07 લાખ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે 40.26 લાખ વ્યક્તિ સ્થળાંતરિત થયાં છે. જ્યારે 3.81 લાખના બે સ્થળો ઉપર નામ હતા. આવી જ રીતે તમિલનાડુમાં 26.94 લાખ વ્યક્તિના મોત, 66.44 લાખ લોકો સ્થળાંતરિત થયા તથા 3.99 લાખ લોકોના નામ બે સ્થળ ઉપર હતા. બંગાળમાં પણ 24.16 લાખ લોકો મૃત્યુ પામ્યા, 32.65 લાખ લાકો સ્થળાંતરિત થયા અને 1.38 લાખ લોકોના બે સ્થળ પર નામ હતા. રાજસ્થાનની વાત કરીએ તો 8.75 લાખ લોકો મૃત્યુ પામ્યા, 29.60 લાખ લોકો સ્થળાંતરિત થયા 3.44 લાખ લોકોના બે સ્થળ ઉપર નામ બોલતા હતા.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ શુદ્ધિકરણ અભિયાન બાદ મતદાર યાદીનું અંતિમ પ્રકાશન 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ કરવામાં આવશે. જે મતદારોના નામ કપાયા છે તેઓને પોતાની વિગતો ચકાસવા અને વાંધા રજૂ કરવા માટે પણ સમય આપવામાં આવશે.

આ પણ વાંચોઃ દિલ્હી-NCR ‘ગેસ ચેમ્બર’ બન્યું: એર પ્યુરિફાયરની માંગમાં ઉછાળો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code