
જમ્મુ-કાશ્મીરના બડગામમાં આતંકી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ – બે આતંકીઓ ઠાર
- સેના અને આતંકીઓ વચ્ચે બડગામમાં અથડામણ
- બે આતંકીઓ ઠાર મરાયા
- હથિયાર પણ મોટી માત્રામાં જપ્ત કરાયા
શ્રીનગરઃ- જમ્ ુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની નજર રહેલી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહેતા હોય છે ત્યારે આજરોજ ફરી આતંકીઓએ દહેશત ફેલાવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સેના અને આતંકીઓ આમને સામને આવી ગયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં જિલ્લા કોર્ટ સંકુલ પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ . આ અથડામણમાં બે આતંકવાદીઓ છાર મરાયા છે. સુરક્ષા દળોએ તેમની પાસેથી હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. અહી હાલ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
પોલીસે આપેલી જાણકારી પ્રામણએ બડગામ જિલ્લા કોર્ટ સંકુલની નજીક સેના અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક વિશેષ ઈનપુટને બેરિકેડ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાતની જાણ આતંકીઓને થતાની સાથે જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે.
આ સહીત આ ઠાર કરાયેલા બંને આતંકીઓની ઓળખઅરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે થઈ છે. આ બંને પુલવામાના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાની વાત પણ સામે આવી છે. તાજેતરના એન્કાઉન્ટરમાં બંને આતંકીઓ ફરાર થઈ ગયા હતા.