તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે આ ત્રણ પાવરફૂલ વસ્તુઓ જાણો તેના ઉપયોગથી થતા ફાયદા વિશે
- બદલતી ઋુતુમાં આ વસ્તુઓ નું કરો સેવન
- રોગપ્રતિકારક શક્તિને બનાવે છએ મજબૂત
શિયાળો પુરો થવાની આરે છે ઋતુ બદવલાી રહી છએ જેને કારણે વાયરલ ઈન્એફેક્સન અને ખાસીના કેસો જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે, જેના કારણે આપણે રોગોનો ભોગ પણ બની જઈએ છીએ. એટલા માટે આ સિઝનમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે. જેમાં આદુ તુલસી જેવા તત્વો જો શરીરમાં જાય છે તો તમારી રોગપ્રતિકારક શક્તિ મજૂત બનેછે.
તુલસી આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીના પાન અને બીજનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. તુલસીની ચા કે ઉકાળો પીવાથી શરદી-ખાંસી, વાયરલ દૂર થાય છે.
તુલસીના સેવનથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.આ સાથે જ તુલસીનો પસ કાઢીને તેની સાથે મધ મિક્સ કરીને ચાટવાથી મોઢામાંપડેલા ચાંદા મટે છે, અને આ રસ પીવાથી શરદી ખાસીમાં રાહત થાય છે.
આ સાથે જ હળદર એક એવો મસાલો છે જે રસોડામાં લગભગ દરેક પ્રકારની વાનગીમાં વપરાય છે, તે કોઈપણ વાનગીનો રંગ અને સ્વાદ વધારવાનું કામ કરે છે. એટલું જ નહીં, હળદરમાં જોવા મળતા ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
હળદરવાળા દૂધના સેવનથી શરદી અને ઉધરસ પણ દૂર થાય છે.આ સાથે જ શિયાળાની સવારે તમે મધની સાથે દળદરનું સેવન કરવું જોઈએ કારણ કે તેનાથી ખાસી અને શરદીમાં રાહત મળે છે.
આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઋતુમાં આદુની ચા પીવાથી શરદી અને ઉધરસની સમસ્યાથી બચી શકાય છે. આદુમાં જોવા મળતા ગુણો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે છે. એએલર્જી સામે રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.