Site icon Revoi.in

ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ આવતા મહિનાથી ઓનલાઈન મળશે,

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારમાં હવે મોટાભાગની સેવાઓ ઓન લાઈન બનાવવામાં આવી છે. નાગરિકાને ઘેર બેઠા સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરટીઓ કચેરીની મોટાભાગની સેવાઓ ઓનલાઈન છે. લોકોને ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુથી લઈને બીજી સેવાઓ પણ ઓનલાઈન મળે છે. હવે લર્નિંગ લાયસન્સ પણ ઘેરબેઠા જ ઓનલાઈન મળશે. આ સેવા જાન્યુઆરી 2025થી લોકોને મળશે. જોકે આ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટુક સમયમાં ઓનલાઈન કેવી રીતે લર્નિંગ લાયસન્સ મળશે તેની પ્રોસેસ જાહેર કરવામાં આવશે.

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રોના કહેવા મુજબ લર્નિંગ લાઈસન્સ માટે હવે અરજદારોએ આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. 1 લી જાન્યુઆરીથી ઘેરબેઠા લર્નિંગ લાઈસન્સ કઢાવી શકાશે. લર્નિંગ લાઈસન્સ કઢાવવા માટે બે પ્રકારની પદ્ધતિ હશે.  જે લોકોના મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે હશે તેઓ ઘરેબેઠા ઓનલાઈન લાઈસન્સ મેળવી શકશે. જ્યારે જે લોકોના મોબાઈલ નંબર લિન્ક નથી તેમને લર્નિંગ લાઈસન્સ માટે આરટીઓ કચેરીમાં જવું પડશે. હાલમાં લર્નિંગ લાઈસન્સ માટે આઈટીઆઈમાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાઈસન્સ મળે છે. જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ટચર સહિતની સુવિધાઓ વિકસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અન્ય એક આરટીઓમાં ટ્રાયલ લેવાયો હતો કે, નવી સિસ્ટમ લાગુ કરવાથી કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે. કમિશ્નર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

અમદાવાદ આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, લર્નિંગ લાઈસન્સ માટેની નવી પદ્ધતિ ટૂંક સમયમા શરૂ કરાશે. હજુ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી. ટ્રાન્સપોર્ટ કમિશ્નર ઓફિસ તરફથી નવી વ્યવસ્થા અંગે અગાઉ જાણ કરાશે. જોકે પહેલા પણ લર્નિંગ લાઈસન્સ માટેની પરીક્ષા આરટીઓ કચેરી દ્વારા જ કરાતી હતી ઓન લાઈન એક્ઝામ કેવી રીતે લેવી તેની પ્રોસેસ નક્કી કરવામાં આવી રહી છે.