લોકસભા ચૂંટણી 2024: ભાજપા વર્તમાન સાંસદોની કામગીરીના રિપોર્ટ કાર્ડને ધ્યાનમાં રાખીને ટિકીટની ફાળવણી કરશે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની રાજનીતિ ખૂબ મહત્વની મનાય છે. કેન્દ્રમાં સરકાર બનાવવાનો માર્ગ ઉત્તરપ્રદેશથી પસાર થતો હોવાનું રાજકીય આગેવાનો માને છે. જેથી આગામી દિવસોમાં આવનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતી હતી. તેમજ યોગ્ય વ્યૂહરચના ગોઠવવા તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપાએ ચૂંટણી પહેલા પોતાના સાંસદોએ કરેલા કામગીરીનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સાંસદોના રિપોર્ટ કાર્ડના આધારે નક્કી કરવામાં આવશે કે તેમને ટિકિટ આપવામાં આવશે કે નહીં.
દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતી ભાજપા જે સાંસદોએ યોગ્ય કામગીરી નથી કરી તેમને ટીકિટ ફાળવે તેવી શકયતાઓ ખુબ ઓછી છે. આ સિવાય સાંસદોના રિપોર્ટ કાર્ડને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી રહ્યા છે. તેમના મતવિસ્તાર ઉપરાંત, પાર્ટી સાર્વજનિક રીતે સાંસદોના વર્તનને ધ્યાનમાં લઈને તેમના રિપોર્ટ કાર્ડ પણ તૈયાર કરી રહી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીતમાં ઉત્તર પ્રદેશે મુખ્ય ભૂમિકા ભજવી છે.
વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નૈતૃત્વમાં જ ચૂંટણી લડશે. એટલું જ નહીં જે.પી.નડ્ડા, અમિત શાહ અને ભાજપના સિનિયર નેતાઓ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી રણનીતિ ઘડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં યોજનારી ચૂંટણીને મહત્વની માનવામાં આવી રહી છે, રાજકીય આગેવાનોએ વર્ષ 2024 પહેલાની રાજસ્થાન સહિતના રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને સેમિ-ફાઈનલ તરીકે જોવા મળી રહી છે. ભાજપાએ તમામ રાજ્યોમાં વિજય મેળવવા માટે રણનીતિ ઘડી છે.