- હવે મેટા એ કરી પ્રીમિયમ વેરિફિકેશન જાહેરાત
- બ્લૂટિક માટે ચૂકવવો પડશે ચાર્જ
દિલ્હીઃ- ટ્વિટર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે બ્લૂટિકને લઈને તે સતત ચર્ચાનો વિષય હતું છેવટે ભારતમાં પણ બ્લૂટિકનો ચાર્જ વસુલવામાં આવ્યો , જો કે ટ્વિટર બાદ હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ બ્લૂટિકને લઈને સમાચારા સામે આવ્યા છે
બ્લુ ટીક વેરિફિકેશન માટે હવે મેટા ઇન્ક એટલે કે ફેસબુકની માલિકીની કંપની પણ આ માર્ગે ચાલી રહી છે. હવેથી ટ્વિટરની જેમ Facebook અને Instagram પર બ્લુ ટિક મેળવવા માટે યુઝર્સે ચાર્જ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગે આની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ સેવા પ્રથમ વખત શરૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં અન્ય દેશોમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે.


