1. Home
  2. ગુજરાતી
  3. લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન
લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

લોકસભા ચૂંટણીઃ સાતમા તબક્કામાં CM યોગી અને ભગવંત માન સહિતના મહાનુભાવોએ કર્યું મતદાન

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દિગ્ગજ નેતાઓ સહિત નાગરિકો પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા જે.પી.નડ્ડાએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં મતદાન કર્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની પત્ની સાથે મંગવાલના એક ગામમાં મતદાન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ પોતાનો મત આપ્યો હતો. બિહારના લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેમની પુત્રીએ પટના સાહિબ સંસદીય મતવિસ્તારમાં વેટરનરી કોલેજના મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. 

મંડી લોકસભા બેઠક પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે છેલ્લા તબક્કામાં મતદાન કર્યું હતું. ત્યારે મિરઝાપુરના એન.ડી.એ. ઉમેદવાર અનુપ્રિયા પટેલે પણ મતદાન કર્યું હતું. પંજાબમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને AAP નેતા હરભજન સિંહે સાતમા તબક્કામાં જલંધરના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. જ્યારે અભિનેતા આયુષ્માન ખુરાનાએ તેના વતન ચંદીગઢમાં પોતાનો મત આપ્યો હતો. તેમણે લોકોને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા કહ્યું હતું. અભિનેતા અને ભૂતપૂર્વ TMC સાંસદ મિમી ચક્રવર્તીએ કોલકતામાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો.  ઉત્તરપ્રદેશ આઝમગઢ ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ ઉર્ફે ‘નિરહુઆ’એ પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે, દરેક જણ જાણે છે કે જો આપણે ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવું હોય, તો અમારે મતદાન માટે અમારી શક્તિનો ઉપયોગ કરવાની જરૂર છે. 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code