
મધ્યપ્રદેશઃ દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજનું નામ બદલવા કરાઈ માંગણી
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક શહેરો અને નગરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન દેશ પહેલા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન તરીકે હબીબગંજ સ્ટેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે. જો કે, આ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે મંત્રી જયભાન સિંહ પવૈયા બાદ હવે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે માંગણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલવે સ્ટેશનને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનું નામ આવે તેવો આશાવાદ પણ સાંસદે વ્યક્ત કર્યો હતો.
भोपाल में 15/11/2021को मान. PM श्री @narendramodi जी का #जनजातीय_गौरव_दिवस
पर आना हमारे भोपाल के लिए शुभ संकेत हैं मुझे विश्वास है कि मान.मोदी जी हबीबगंज रेलवे स्टेशन को पूर्वPM श्री अटल बिहारी वाजपेयी जी के नाम पर होने की घोषणा करेंगे और मेरे पूर्व से इस आग्रह की पूर्णता होगी।— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) November 11, 2021
ભોપાલનું હબીબગંજ સ્ટેશન દેશનું વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બની રહ્યું છે. જેનુ પરિસર કોઈ એરપોર્ટથી ઓછુ નથી. તેના પાર્કિગસ્થળથી લઈને પ્લેટફોર્મને જોતા એવુ લાગે કે વિદેશી સ્ટેશન ઉપર ઉભા હોય. આ સ્ટેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યા બાદ હવે ભાજપના નેતાઓ દ્વારા તેનું નામ બદલવાની માંગણી કરી રહ્યાં છે.
ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞાસુંહ ઠાકુરએ સ્ટેશનનું નામ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નામ ઉપર રાખવીની માંગણી કરી છે. ભોપાલ લોકસભા વિસ્તારમાં આવતા હબીબગંજ રેલવે સ્ટેશનના ઓપનિંગમાં પીએમ મોદીના આવવાના હોવાના તેમણે શુભ સંકેત બતાવ્યું છે. પીએમ મોદી સ્ટેશનનું નામ અટલ બિહારી વાજપાયી જાહેર કરે તેવી આશા પણ સાંસદે વ્યક્ત કરી હતી. મહત્વનું છે કે, હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ બદલવાની માંગ મધ્ય પ્રદેશના સૂચના આયુક્ત વિજય મનોહર તિવારીએ પણ 8 નવેમ્બરે કરી હતી. ભોજપાલના નામકરણની માંગ અગાઉ પણ કરાઈ હતી. હવે સમય આવી ગયો છે કે, નવા રૂપમાં જુની ઓળખ મળે.