
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી – શિવાજી મહારાજ સાથે જોડાયેલી છે બાબત, જાણો શું છે મામલો
- મહારાષ્ટ્રના રાજ્યપાલે પદ છોડવાની જતાવી ઈચ્છા
- આ પહેલા શિવસેનાના શિંદે જૂથે તેમના નિવેદન પર વિવાદ છેડ્યો હતો
મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજની સરખામણી મંત્રી નિતીન ગડકરી સાથે કરી હતી ત્યારથી વિવાદ વકર્યો હતો અને શિવસેનાના એમએલએ એ મહારાષ્ટ્રના રાજ્યપાલને કહ્યું હતું કે તેમને જ્યારે ઈતિહાસની ખબર જ નથી તો તેમણે આ પદ પર ન રહેવું જોઈએ તેમણે પજ છોડી દેવું જોઈએ ત્યારે હવે આ બાબતને લઈને રાજ્યપાલની ઈચ્છા સામે આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના નજીકના લોકો પાસેથી તેમના પદ અને જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાની માહિતી મળી રહી છે. વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે, વ્યથિત કોશ્યારી તેના ગૃહ રાજ્યમાં પાછા ફરવા ઈચ્છે છે. આ બાબતને લઈને તેમની નજીકના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે.
ઘટના એવી બની હતી કે શિવાજી અને ભીમરાવ આંબેડકરને લઈને આપેલા તેમના નિવેદને બવાલ મચાવી હતી. ત્યાર બાદ તેમને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસથી લઈને ઉદ્ધવ ઠાકરેના જૂથ સુધી, શિવસેનાએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના નિવેદનો માટે તેમની આકરી ટીકા રહ્યા છે.વાત જાણે એમ છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ મંત્રી નીતિન ગડકરી કરીને તુલના છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરતા કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ વીતેલા જમાનાના આદર્શ છે ત્યારે હવે નીતિન ગડકરી આ આદર્શ તરીકે લજોવા મળે છે,આ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે.
ત્યારે તેમના પદ છોડવાની વાત કરતા બુલઢાણા મતવિસ્તારના વિધાનસભ્ય ગાયકવાડે કહ્યું કે કોશ્યારીએ ભૂતકાળમાં મરાઠા સામ્રાજ્યના સ્થાપકને લઈને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે. શિવસેનાના નેતાએ કહ્યું કે રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી અને તેમની તુલના વિશ્વના કોઈ મહાન વ્યક્તિ સાથે ન જ કરી શકાય.