
મહારાષ્ટ્રઃ ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકો, એક ધારાસભ્ય શિંદેજૂથમાં જોડાયાં
મુંબઈઃ શિંદેજૂથ અને ભાજપની નવી સરકારનો આજે ફ્લોર ટેસ્ટ યોજાવાનો છે, તે પહેલા જ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીમાં વધારો થયો છે. શિવદેનાના વધુ એક ધારાસભ્ય ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને શિંદેજૂથમાં જોડાયાં હતા. બીજી તરફ ફ્લોર ટેસ્ટ પહેલા NCP નેતા અજિત પવારને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.
શિંદેને શિવસેના વિધાયક દળના નેતા અને ગોગાવલેને મુખ્ય દંડક તરીકે માન્યતા આપવામાં આવી છે. ઉદ્ધવ જૂથના ધારાસભ્યો પર સદસ્યતાની તલવાર લટકી રહી છે. ધારાસભ્યએ આ કારણોસર ઉદ્ધવ જૂથ છોડવાનો નિર્ણય લીધો હોઈ શકે છે. બીજી તરફ ફ્લોર ટેસ્ટ પહેલા NCP નેતા અજિત પવારને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.
દરમિયાન ફ્લોર ટેસ્ટ પહેલા એનસીપીના વડા શરદ પવારએ શિંદેજૂથ અને ભાજપની સરકારને લઈને ભવિષ્ય વાણી કરી હતી. તેમણે આ નવી સરકાર છ મહિનામાં પડી ભાગવાનો દાવો કર્યો હતો. તેમજ શિવસેનાના નેતા સંજય રાઉતે પણ શરદ પવારને સમર્થન આપ્યું હતું.