
મહારાષ્ટ્ર પોલીસને મળી સફળતાઃ મુંબઈ-આગ્રા હાઈવે પર સર્ચઓપરેશન દરમિયાન સ્કોર્પિયોમાંથી મોટી સંખ્યામાં તલાવારો ઝપ્ત કરાઈ
- મહારાષ્ટ્રમાં ઘડાઈ રહ્યું હતું કંઈક કાવતરુ
- હાઈવેર પરથી સ્કોર્પિયો કારમાંથઈ માટી સંખ્યામાં તલવાર ઝપ્ત કારઈ
- આ સાથે જ કેટલાક હથિયારો પોલીસે ઝપ્ક કર્યા
મુંબઈ- દેશભરમાં હાલ ઘણા વિવાદો ચાલી રહ્યા છએ કર્ણાટકનો હિજાબ વિવાદ બાદ લાઉડ સ્પિકરનો વિવાદ વકર્યો છે ત્યારે આવી સ્થિતિમાં દિલ્હીમાં શાંતિને ડોહળાવાના પમ પ્રયાસ થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રની શાંતિને ખલેલ પહોંચાડવાની મોટા પાયે તૈયારીઓ થી હોઈ તેવી ઘટના સામે આવી છે,પોલીસે એક કારમાંથી મોટી સંખ્યામાં તલવારો સહીતના હથિયારો ઝડપી પાડ્યા છે.
મળતી પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ મુંબઈ પોલીસે મુંબઈ-આગ્રા હાઈવે પર એક સ્કોર્પિયો કારની અટકાયત કરી હતી આ કારમાંથી હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે વિાર્યું નહોતું કે જે કારની તેઓ તલાશી લેશે તેમાં આટલા મોટા પાયે ઘાતક હથિયારો છે.
જાણકારી પ્રમાણે ગુરુવાર આજે વહેલી સવારે ધૂલના સોનગીર પોલીસ સ્ટેશનની એક ટીમ મુંબઈ-આગ્રા હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસકર્મીઓને સ્કોર્પિયો કાર પર શંકા ગઈ હતી. જે બાદ પોલીસે કારને અટકાવી હતી અને તેની તલાશી શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કારની અંદરથી હથિયારોનોમોટો જથ્થો મળી આવ્યો હતો
. પોલીસ અધિકારી પ્રવીણ કુમાર પાટીલના જણાવ્યા પ્રમાણે આ સ્કોર્પિયો કારમાંથી 90 હથિયારો મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્કોર્પિયો કારમાંથી મળી આવેલા 90 હથિયારોમાંથી 89 તલવાર અને એક ખંજરનો સમાવેશ થાય છે.
ધુલેના પોલીસ અધિયક્ષના જણાવ્યા પ્રમાણે આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા હથિયારોની કિંમત 7 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય રહ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
ભાજપના નેતાએ ઉઠાવ્યો સવાલ
બીજે તરફ ભાજપના નેતા કદમે ધુલેમાં મોટી સંખ્યામાં હથિયારોની શોધ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે પૂછ્યું કે મહારાષ્ટ્રમાં કોણ રમખાણો કરાવવા માંગે છે? આ હથિયારો રાજસ્થાન કે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાંથી મહારાષ્ટ્રના જાલનામાં જઈ રહી હતી. શું કોંગ્રેસ આ ષડયંત્રમાં સામેલ છે?