1. Home
  2. ગુજરાતી
  3. ‘અવતાર’ ફિલ્મની સિક્વલના ટાઈટલનું થયું એલાન – ‘અવતાર-ઘ વે ઓફ વોટર’નું આવતા મહિને ટિઝર થશે રિલીઝ
‘અવતાર’ ફિલ્મની સિક્વલના ટાઈટલનું થયું એલાન – ‘અવતાર-ઘ વે ઓફ વોટર’નું આવતા મહિને ટિઝર થશે રિલીઝ

‘અવતાર’ ફિલ્મની સિક્વલના ટાઈટલનું થયું એલાન – ‘અવતાર-ઘ વે ઓફ વોટર’નું આવતા મહિને ટિઝર થશે રિલીઝ

0
Social Share
  • અવતાર ફિલ્મના ટાઈટલનું થયું એલાન
  • આવતા મહિને ટિઝર થશે રિલીઝ

મુંબઈઃ- હોલિવૂડની ફિલ્મ અવતાર સો કોઈની ફેવરિટ ફિલ્મ હતી,’અવતાર’ હોલીવુડની એક એવી સ્ટોરી છે, જે સિમ્પલ હોવા છતાં તેની વિઝ્યુઅલ ઈફેક્ટના આધારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહી હતી.આ ફિલ્મ ખૂબ લોકપ્રિય બની છે.ત્યારે હવે દર્શકો તેની સિક્વલની આતૂરતાથી રાહત જોઈ રહ્યા હતા.

આ ફિલ્મ  વાદળી રંગના જીવોની વાર્તા છે, જે ખૂબ જાણતી બની છે, આ વાર્તાએ બોક્સ ઓફિસ પર પણ હંગામો મચાવ્યો હતો. લગભગ એક દાયકા પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મની સિક્વલની હવે આવાની તૈયારીમાં છે. 

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે 20th Century Studios પણ ફિલ્મ અવતારની સિક્વલ પહેલા થિયેટરોમાં પ્રથમ અવતારને ફરીથી રજૂ કરી રહ્યું છે. આ ફિલ્મ 23 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થશે અને દર્શકો ફરી એકવાર અવતારને 3Dમાં જોઈ શકશે.

ડાયરેક્ટર જેમ્સ કેમરોને આ ફિલ્મની સિક્વલ બનાવવાની જાહેરાત પહેલા જ કરી દીધી હતી અને હવે ચાહકો માટે એક મોટા સમાચાર છે કે આ ફિલ્મની સિક્વલનું ટાઈટલ પણ જાહેર થઈ ગયું છે, સાથે જ તેનું ટીઝર અને ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવશે. 

ફિલ્મ અવતારની સિક્વલનું ઓફિશિયલ ટાઈટલ જાહેર કરવામાં આવ્યું છે. જેમ્સ કેમેરોનના અવતારની સિક્વલને સત્તાવાર રીતે “અવતારઃ ધ વે ઓફ વોટર” કહેવામાં આવશે. આ ફિલ્મનું ટીઝર ડોક્ટર સ્ટ્રેન્જની રિલીઝની આસપાસ રિલીઝ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આવતા મહિને અવતાર 2 નું ટીઝર વહેલું રિલીઝ કરવામાં આવશે.આ સાથે જ જો અવતારની સિક્વલની રિલીઝ વિશેની વાત કરીએ તો ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code