અમદાવાદઃ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા તારીખ 20-10-2025 ના રોજ મેટ્રો ટ્રેનની સેવાઓના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ ફટાકડા ફોડવા અને તેની સંભવિત અસરો તેમજ મુસાફરો અને મેટ્રો રેલની સુરક્ષા-સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અન્ય મેટ્રો કોર્પોરેશનોની જેમ લેવાયો છે.હાલમાં અમદાવાદ મેટ્રોની સેવાઓ સવારે 06.20 થી રાત્રે 10.00 વાગ્યા સુધી કાર્યરત છે. જોકે, દિવાળીના દિવસે એટલે કે 20 ઓક્ટોબર, 2025ના રોજ, મેટ્રો ટ્રેનનો સમય સવારે 06.20 વાગ્યાથી સાંજના 07.00 વાગ્યા સુધી જ રહેશે.
ટર્મિનલ સ્ટેશનો પરથી છેલ્લી ટ્રેનનો સમય (તા. 20-10-2025)દિવાળીના દિવસે દરેક ટર્મિનલ સ્ટેશન પરથી છેલ્લી ટ્રેન આ મુજબના સમયે ઉપડશે:
અમદાવાદ કોરિડોર વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ સાંજે 7.05કલાકે
અમદાવાદ કોરિડોર થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ સાંજે 7.10 કલાકે
અમદાવાદ કોરિડોર મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તરફ સાંજે 7.10 કલાકે
અમદાવાદ કોરિડોર એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ તરફ સાંજે 7.10 કલાકે
ગાંધીનગર કોરિડોરએપીએમસીથી સચિવાલય તરફ સાંજે 6.24કલાકે
ગાંધીનગર કોરિડોર સચિવાલયથી એપીએમસી તરફ સાંજે 6.24 કલાકે
ગાંધીનગર કોરિડોરગિફ્ટ સિટીથી એપીએમસી તરફ સાંજે 6.15 કલાકે