ઘરે જ બનાવો સરળતાથી બ્રેડ પીઝા, જાણો રીત
શિયાળામાં વધારે ભુખ લાગે છે ત્યારે હવે ઓછા સમયમાં ઘરે જ સરળતાથી બ્રેડ પીઝા બનાવીને બાળકોને મોટાઓને પીરસો, જાણો બ્રેડ પીઝા બનાવવાની સરળ રીત..
• સામગ્રી:
પિઝા સોસ
બ્રેડ – 8 સ્લાઇસ
મોઝેરેલા ચીઝ
બારીક સમારેલ કેપ્સીકમ
બારીક સમારેલી ડુંગળી
મકાઈ
ઓરેગાનો
ચિલી ફ્લેક્સ
માખણ અથવા તેલ
• બનાવવાની રીત
બ્રેડ સ્લાઈસને બટર વડે થોડુ ટોસ્ટ કરો. જે બાદ બ્રેડની સ્લાઈસ પર પિઝા સોસ લગાવો, તેમજ સમારેલા શાકભાજી ફેલાવો. આ ઉપરાંત હવે ઉપર મોઝેરેલા ચીઝ ફેલાવો. ત્યાર પછી તેની ઉપર ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ છાંટો. હવે ધીમા તાપે તવા પર બ્રેડના ટુકડા મૂકો. તેમજ તેને પૅનને ઢાંકીને ચીઝ પીગળે ત્યાં સુધી થવા દો. પનીર ઓગળી જાય અને શાકભાજી સહેજ રંધાઈ જાય એટલે તેને ઉતારી લો. હવે ટામેટાની ચટણી સાથે ગરમાગરમ બ્રેડ પિઝા સર્વ કરો.