1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે જ બનાવો હોટલ જેવા સ્વાદિષ્ટ ચણા પુલાવ, જાણો રેસીપી
ઘરે જ બનાવો હોટલ જેવા સ્વાદિષ્ટ ચણા પુલાવ, જાણો રેસીપી

ઘરે જ બનાવો હોટલ જેવા સ્વાદિષ્ટ ચણા પુલાવ, જાણો રેસીપી

0
Social Share

જો તમે દરરોજ એક જ પ્રકારનું શાક અને રોટલી-ભાત ખાઈને કંટાળી ગયા છો અને કંઈક ચટપટું તથા પેટ ભરાઈ જાય તેવું સ્વાદિષ્ટ ખાવા માંગતા હોવ, તો ચણા પુલાવ એકદમ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. આ રેસિપી બનાવવામાં બિલકુલ અઘરી નથી અને ઓછા મસાલા સાથે પણ તેને મિનિટોમાં તૈયાર કરી શકાય છે. સફેદ કાબુલી ચણા અને બાસમતી ચોખાથી બનતો આ પુલાવ સ્વાદની સાથે-સાથે ભરપૂર પોષણ પણ આપે છે. ખાસ વાત એ છે કે તમે તેને લંક, ડિનર કે પછી બાળકોના સ્કૂલ ટિફિન માટે પણ ઝટપટ બનાવી શકો છો.  આવો જાણીએ, ઘર પર જ હોટલ જેવા સ્વાદિષ્ટ ચણા પુલાવ બનાવવાની સરળ રીત, જેને ખાધા પછી ઘરના બધા જ લોકો બહારનું ખાવાનું ભૂલી જશે.

  • ઘરે આ રીતે બનાવો ટેસ્ટી ચણા પુલાવ

સૌપ્રથમ સફેદ કાબુલી ચણાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે વધારાનું પાણી નિતારી લો. આ સાથે જ, બાસમતી ચોખાને સરખી રીતે ધોઈને 10 મિનિટ માટે ગરમ પાણીમાં અથવા 30 મિનિટ માટે સાદા પાણીમાં પલાળી રાખો. હવે ડુંગળીને લાંબી અને પાતળી સ્લાઈસમાં કાપી લો તેમજ લીલા મરચાંની વચ્ચે ચીરો પાડી લો. હવે એક પ્રેશર કુકર કે જાડા તળિયાવાળા વાસણમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં તજ, લવિંગ, એલચી, તજપત્તા અને ચક્રફૂલ (સ્ટાર એનીસ)નો વઘાર કરો. ત્યારબાદ લાંબી કાપેલી ડુંગળી અને લીલા મરચાં ઉમેરીને ડુંગળી હળવી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં તાજી વાટેલી આદુ-લસણની પેસ્ટ ઉમેરીને તેની કાચી સુગંધ દૂર થાય ત્યાં સુધી મધ્યમ આંચ પર પકાવો. ધ્યાન રાખવું કે મસાલો બળી ન જાય. ત્યારબાદ તેમાં થોડો ચણા મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

હવે પલાળેલા ચોખા, બાફ્યા વગરના પલાળેલા કાબુલી ચણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને હળવા હાથે બધું મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં યોગ્ય પ્રમાણમાં પાણી અને લીંબુનો રસ ઉમેરો. જો તમે કૂકરમાં બનાવતા હોવ, તો મધ્યમ આંચ પર ૨ સીટી વગાડીને પ્રેશર કૂક કરો. જો ખુલ્લા વાસણમાં બનાવતા હોવ તો ઉભરો આવ્યા પછી આંચ એકદમધીમી કરી 12 થી 14 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. કૂકરનું પ્રેશર જાતે જ રિલીઝ થયા બાદ ઢાંકણ ખોલો અને ઉપરથી ઝીણી સમારેલી તાજી કોથમીર ભભરાવીને હળવા હાથે મિક્સ કરી લો. તૈયાર છે તમારો એકદમ ખીલ-ખીલેલો અને ટેસ્ટી ચણા પુલાવ!

  • ચણા પુલાવ સાથે શું સર્વ કરવું?

ગરમાગરમ ચણા પુલાવને તમે મસાલા છાશ, રાયતું, પાપડ, ફ્રાયમ્સ અથવા વેફર્સ સાથે સર્વ કરી શકો છો. આ એક પરફેક્ટ વન-પોટ મીલ છે, જેને તમે ટિફિનમાં પણ પેક કરી શકો છો.

  • પુલાવને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટેની ખાસ ટિપ્સ

પુલાવ એકદમ છૂટો અને સરસ બને તે માટે પાણીનું માપ હંમેશાં યોગ્ય રાખવું. ચોખા અને ચણાને હંમેશાં ધીમા તાપે જ ચઢવા દેવા, જેનાથી દાણા સારી રીતે ફૂલે છે. ડુંગળીને માત્ર સોફ્ટ અને હળવી ગુલાબી જ થવા દેવી, વધુ પડતી બ્રાઉન કરવાથી પુલાવનો કલર બદલાઈ શકે છે. સ્વાદ બે ગણો વધારવા માટે હંમેશાં તાજી વાટેલી આદુ-લસણની પેસ્ટનો જ ઉપયોગ કરવો. કાબુલી ચણાને રાત્રે પલાળવા ખૂબ જરૂરી છે, જેથી તે રસોઈ કરતી વખતે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code