1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. રવિવારે ઘરે બનાવો હૈદરાબાદી પનીર, જાણો રેસીપી
રવિવારે ઘરે બનાવો હૈદરાબાદી પનીર, જાણો રેસીપી

રવિવારે ઘરે બનાવો હૈદરાબાદી પનીર, જાણો રેસીપી

0
Social Share

રેસીપી, 31 મે 2026: Hyderabadi Paneer Recipe જો તમે ઘરમાં જ હોટેલ જેવો શાહી સ્વાદ માણવા માંગતા હોવ, તો હૈદરાબાદી પનીર મસાલા બેસ્ટ ઓપ્શન છે. કોથમીર, ફુદીનો, કાજુ અને દહીંના મિશ્રણથી તૈયાર થતી આની ખાસ ‘ગ્રીન ગ્રેવી’ સામાન્ય પનીરના શાક કરતાં સાવ અલગ અને અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

રેસ્ટોરન્ટ સ્ટાઇલ હૈદરાબાદી પનીર રિચ, ક્રીમી અને ગ્રીન ગ્રેવી માટે જાણીતું છે. પાલક, કોથમીર અને ફુદીનાના ફ્લેવર સાથે મસાલાનું પરફેક્ટ કોમ્બિનેશન આ વાનગીને રોયલ ટેસ્ટ આપે છે, તે શાક લંચ કે ડિનરમાં આ શાક પરાઠા, નાન કે જીરા રાઇસ સાથે પીરસવા માટે ઉત્તમ છે.

હૈદરાબાદી પનીર રેસીપી

સામગ્રી

200 ગ્રામ પનીર

2 ચમચી તેલ

સમારેલી 1 ડુંગળી

1 ચમચી આદુ લસણની પેસ્ટ

2 લીલા મરચાં

10-12 કાજુ

કોથમીર પાન

થોડા ફુદીનાના પાન

2 ચમચી દહીં

1 ચમચી જીરું

1 ચમચી લાલ મરચાંનો પાવડર

½ ચમચી હળદર

1 ચમચી ધાણાનો પાવડર

½ ચમચી જીરું પાવડર

½ ચમચી ગરમ મસાલો

સ્વાદ મુજબ મીઠું

જરૂર મુજબ પાણી

કસુરી મેથી

તાજી ક્રીમ

હૈદરાબાદી પનીર બનાવવાની રીત

સૌ પ્રથમ પનીરને કાપીને તેલમાં થોડું સાંતળો, બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થવા દો, એ જ પેનમાં ડુંગળી, આદુ લસણ, લીલા મરચાં અને કાજુ સાંતળો.

ત્યારબાદ કોથમીર, ફુદીનો અને દહીં ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવો, જીરું ઉમેરો, પેસ્ટને સારી રીતે કુક કરો.

હવે બધા સૂકા મસાલા ઉમેરો અને એમાં મીઠું ઉમેરો,  સરસ રીતે કુક કરી લો, હવે પનીર ઉમેરીને પાણી ઉમેરો, ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો,અને કસૂરી મેથી, તાજી ક્રીમ અને ધાણા ઉમેરો એટલે તમારૂ રેસ્ટોરન્ટ સ્ટાઇલ હૈદરાબાદી પનીર તૈયાર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code