1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. મહેમાનો માટે બનાવો ઝટપટ બનાવો મસાલા શક્કરપારા, જાણો રેસીપી
મહેમાનો માટે બનાવો ઝટપટ બનાવો મસાલા શક્કરપારા, જાણો રેસીપી

મહેમાનો માટે બનાવો ઝટપટ બનાવો મસાલા શક્કરપારા, જાણો રેસીપી

0
Social Share

ઘરના શુદ્ધ અને સ્વાદિષ્ટ નાસ્તાનો કોઈ વિકલ્પ નથી. સામાન્ય રીતે દરેક ગુજરાતી ઘરમાં તહેવાર કે પ્રસંગોએ ગળ્યા શક્કરપારા તો બનતા જ હોય છે, પરંતુ જો તમે કંઈક નવું અને ચટપટું ટ્રાય કરવા માંગતા હોવ, તો ‘મસાલા શક્કરપારા’ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચા સાથેના નાસ્તામાં કે મુસાફરીમાં સાથે લઈ જવા માટે આ એક ઉત્તમ વાનગી છે.

  • જરૂરી સામગ્રી

લોટ બાંધવા માટે: 1 કપ મેંદો અને 1 કપ ઘઉંનો લોટ, 2 ચમચી રવો (કુરકુરા બનાવવા માટે), 3-4 મોટી ચમચી મોણ માટે ગરમ કરેલું તેલ, મીઠું, હળદર, મરચું (સ્વાદ મુજબ), 1 ચમચી વાટેલો અજમો અને 1 ચમચી વાટેલું જીરું તથા 1 ચમચી સફેદ તલ

ચટપટો મસાલો તૈયાર કરવા માટે: લાલ મરચું, આમચૂર પાઉડર, ચાટ મસાલો (દરેક 1 ચમચી), સંચળ અને મરી પાઉડર (અડધી ચમચી), દળેલી ખાંડ (1 ચમચી)

  • બનાવવાની સરળ રીત

સૌ પ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, મેંદો, રવો અને બધા સૂકા મસાલા (અજમો, જીરું, તલ, હળદર, મરચું) મિક્સ કરો. હવે તેમાં મોણ માટે ગરમ કરેલું તિરૂપતિ કપાસિયા તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લો અને તેને 15-20 મિનિટ માટે ઢાંકીને સેટ થવા દો. એક નાની વાટકીમાં લાલ મરચું, આમચૂર, ચાટ મસાલો, સંચળ, મરી પાવડર અને ખાંડ મિક્સ કરીને તૈયાર રાખો. આ મસાલો શક્કરપારા તળાયા બાદ તરત જ તેના પર છાંટવાનો છે. લોટમાંથી મોટા લૂઆ બનાવી મધ્યમ જાડી રોટલી વણી લો. ત્યારબાદ ચપ્પુ કે કટરની મદદથી મનપસંદ ડાયમંડ કે ચોરસ શેપમાં ટુકડા કરી લો.

કડાઈમાં તિરૂપતિ કપાસિયા તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે શક્કરપારા ધીમીથી મધ્યમ આંચ પર તળો. ધીમી આંચ પર તળવાથી શક્કરપારા અંદરથી કાચા નહીં રહે અને એકદમ પડવાળા અને કુરકુરા બનશે. શક્કરપારા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢી લો. ગરમાગરમ હોય ત્યારે જ તેના પર તૈયાર કરેલો ચટપટો મસાલો છાંટીને બરાબર હલાવી લો. ગરમ હોવાથી મસાલો શક્કરપારા પર બરાબર ચોંટી જશે. ઠંડા થયા બાદ તેને એર-ટાઈટ ડબ્બામાં ભરીને લાંબા સમય સુધી તેની મજા માણી શકાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code