Homeગુજરાતીખોરાકઘરે પંજાબી સ્ટાઇલમાં બનાવો અળવીના પાનની ભાજી, જાણો રેસીપી

ઘરે પંજાબી સ્ટાઇલમાં બનાવો અળવીના પાનની ભાજી, જાણો રેસીપી

રેસીપી, 22 ઓગસ્ટ 2026: Arbi Patta Sabji Recipe અળવીના પાનના પાત્રા મોટાભાગના લોકોએ ખાધા જ હશે. અળવીના પાન માંથી પાત્રા અને અળવીના કંદમૂળ માંથી શાક – ચિપ્સ બને છે. જો તમે પાત્રા ખાઇને કંટાળી ગયા છો અને કંઇક યુનિક વાનગી ખાવી છે, પંજાબી સ્ટાઇલ અળવીના પાનનું શાક ટ્રાય કરવું જોઇએ. અળવીના પાનનું શાક પાલક પનીર કરતા વધુ ટેસ્ટી લાગે છે. આ સબ્જી ઓછી સામગ્રીમાં ફટાફટ બની જાય છે.

અળવીના પાનનું શાક બનાવવા માટે સામગ્રી

અળવીના પાન : 4 -5 નંગ

જીરું : 1 ચમચી

અજમો : 1 ચમચી

ડુંગળી : 1 નંગ ઝીણી સમારેલી

ટામેટા : 1 નંગ

આદુ : 1 નાનો ટુકડો

આદુ : 4-5 નંગ

મીઠું સ્વાદ અનુસાર

ચણાનો લોટ : 3 ચમચી

લીંબુનો રસ : 2 ચમચી

લીલા મરચું : 1 ચમચી

હળદર : 1 ચમચી

ધાણા જીરું પાઉડર : 1 ચમચી

ગરમ મસાલો : 1 ચમચી

પાણી : 1 ગ્લાસ

લાલ સુંકા મરચા : 2 નંગ

સુકું લસણ : 3-4 નંગ

તેલ : 3 ચમચી

અળવીના પાનનું શાક બનાવવાની રીત

અળવીના પાન સમારો

અળવીના પાનને પાણીમાં બરાબર ધોઇને કાપડ વડે લુંછી લો. જો પાનની નસો બહુ જાડી હોય તો ચાકુ વડે છોલી લો. તમે વેલણ વડે દબાણીને નસોને નરમ કરી શકો છો. હવે અળવીના પાન ચાકુ વડે ઝીણા સમારી લો. હવે સમારેલા અળવીના પાનની ખારાશ ઓછી કરવા માટે લીંબુનો રસ ઉમેરો.

ટામેટાની પેસ્ટ બનાવો

મિક્સર જારમાં ટામેટા, લસણ અને આદુની પેસ્ટ બનાવો.

મસાલો શેકો

એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા જીરુ અને રાઇનો તડકો લગાવો. હવે ઝીણી સમારેલી ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સાંતળી લો. હવે તેમા ચણાનો 2 થી 3 નાની ચમચી ચણાનો લોટ નાંખો અને શેકો. કઢાઇને ઢાંકી દો તેથી લોટ ઝડપથી બફાશે. ચણાના લોટનો કલર બદલાય ત્યાં સુધી શેકો.

હવે ટામેટા આદુની પેસ્ટ, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલા પાઉડર ઉમેરો અને મસાલાને પકવવા દો. મસાલો તેલ છોડવા લાગે એટલે 1 કપ પાણી રેડો અને કઢાઇ ઢાંકીને મસાલો રંધાવા દો.

અળવીના પાનને રાંધો

આ દરમિયાન બીજી કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા આખા સુકા લાલ મરચા અને લસણની કળીને સાંતળો, પછી સમારેલા અળવીના પાનને રાંધો. પાન સહેજ નરમ થાય ત્યાં સુધી પકવો.

શાક રાંધો

હવે રાંધેલા અળવીના પાન ગ્રેવીમાં ઉમેરો અને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. આ દરમિયાન ગેસની આંચ ધીમી કરો અને તેમા 1 ગ્લાસ ગરમ પાણી રેડીને મસાલાને 3 થી 4 મિનિટ સુધી પકવવા દો. અળવીના પાન મસાલામાં બરાબર મિક્સ થાય ત્યાં સુધી રાંખો. છેલ્લે લીંબુનો રસ અને લીલું કોથમીર ઉમેરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular