1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ઘરે જ બનાવો ટેસ્ટી પેશાવરી પનીર, જાણો રેસીપી
ઘરે જ બનાવો ટેસ્ટી પેશાવરી પનીર, જાણો રેસીપી

ઘરે જ બનાવો ટેસ્ટી પેશાવરી પનીર, જાણો રેસીપી

0
Social Share

લગ્નપ્રસંગ તથા ખાસ પ્રસંગ ઉપર આપણે અવાર-નવાર પેશાવરી પનીર ખાધી હશે આ વાનગીની ખાસિયત એ છે કે તેમાં ડુંગળી કે લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી, છતાં તેનો સ્વાદ અત્યંત રિચ લાગે છે. આ વાનગીને ઘરે પણ બનાવી શકાય છે આવો જાણીએ રેસીપી

  • સામગ્રી

પનીર: 400 ગ્રામ (મોટા ટુકડામાં કાપેલું)

ટામેટા: 6-7 નંગ (છાલ ઉતારેલા)

કાજુ: 10-12 નંગ

મસાલા: 1 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી ધાણા પાવડર, 1 ચમચી આખા ધાણા

આખા મસાલા: 2-3 આખા લાલ મરચાં, 6-7 મરી, 3-4 લવિંગ, 2-3 લીલી એલચી

અન્ય: 2 લીલા મરચાં (સ્લાઇસ), 1 ઇંચ આદુ (ઝીણું સમારેલું), 2-3 મોટી ચમચી દેશી ઘી, મીઠું સ્વાદ મુજબ અને એક ચપટી ખાંડ

  • બનાવવાની રીત

ગરમ તેલમાં પનીરના મોટા ટુકડાને મીડિયમ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો, જેનાથી પનીરનું ટેક્સચર મીટી અને ચ્યુઈ બનશે. આખા ધાણા, મરી, લવિંગ અને એલચીને કોરા શેકી લો. ત્યારબાદ તેમાં કાજુ ઉમેરીને બધું સાથે પીસી લો. એક પેનમાં ઘી ગરમ કરી તેમાં આદુ, આખા લાલ મરચાં અને લીલા મરચાં ઉમેરો. હવે તેમાં છાલ ઉતારેલા ટામેટા, મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા પાવડર ઉમેરી તેજ આંચ પર બરાબર સાંતળો. આ મિશ્રણ ઘટ્ટ અને જામ જેવું ન થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. તૈયાર કરેલો કાજુ-મસાલાનો પાવડર ઉમેરી ફરીથી સાંતળો અને જરૂર પડે તો થોડું પાણી નાખો. છેલ્લે તળેલા પનીરના ટુકડા ઉમેરી મસાલામાં બરાબર કોટ કરી લો. આ ગરમાગરમ પેશાવરી પનીરને નાન કે તંદૂરી રોટી સાથે સર્વ કરો.

આ રેસીપીમાં શિમલા મરચાં કે ડુંગળી જેવી અન્ય શાકભાજી ઉમેરવાનું ટાળવું, નહીંતર તેનો સ્વાદ કઢાઈ પનીર જેવો લાગવા માંડશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code