1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો
રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ મમતા બેનર્જીએ રણનીતિ ઘડી, વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો

0
Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ ચુંટણીને લઈને મોટો દાવો કરતા રાજકીય ખળભળાટ મચી ગયો હતો. સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત છતા આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી ભાજપ માટે આસાન નહીં રહે. સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાસે કુલ ધારાસભ્યોના અડધા પણ નથી. દેશભરમાં વિપક્ષી દળો પાસે વધારે ધારાસભ્યો છે.

પશ્ચિમ બંગાળના મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ખેલ હજી ખતમ નથી થયો, તેમણે કોઈ મોટી વાત કરવી ના જોઈએ, ગત વખતની સરખામણીમાં સમાજવાદી પાર્ટી જેવા પક્ષ મજબુત સ્થિતિમાં છે. રાષ્ટ્રપતિ ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી નિર્વાચક મંડળના માધ્યમથી આયોજીત કરાય છે. જેમાં સાંસદ સભ્યો, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ધારાસભ્ય સામેલ થાય છે.

વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે ભાજપ વિરોધી દળોને એક કરવાની મમતા બેનર્જી પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી સામે લડવાની તૈયારી કરાઈ રહી છે. બજેટ ચર્ચામાં બોલતા તૃણમૂલ પ્રમુખએ રાજ્યમાં કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા માટે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ રાજનૈતિક હિંસાના આરોપોને ખોટા ગણાવ્યાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code