Site icon Revoi.in

માંગરોળઃ દરિયામાં એન્જિન બંઘ પડી જતા બોટમાં સર્જાઈ દુર્ઘટના

Social Share

અમદાવાદઃ આ શ્રાવણ માસમાં મેઘરાજા મન મૂકીને ગુજરાત પર વરસ્યા છે. તેના કારણે ગુજરાતાના મોટાભાગના વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પરંતુ ભારે વરસાદ હોવાને કારણે સૌથી વધારે ભયાનક સ્થિતિ દરિયા નજીક આવેલા જિલ્લાઓમાં જોવા મળી રહી છે.

જેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જામનગર અને દ્વારકા જિલ્લાની થઈ છે. તો બીજી તરફ માંગરોળના દરિયામાં તોફાન જોવા મળ્યું હતું. વિશાળ બોટની ઊંચાઈ ઘરાવતા મોજા કાંઠે આવતા હતાં. ત્યારે આ ગાંડાતૂર દરિયામાં ખલાસીઓ બોટ લઈને નીકળ્યા હતાં. પરંતુ ખલાસીઓની બોટની ભયાનક રીતે લહેરોની થપ્પડો વાગતા દરિયાલાલના પ્રકોપના સામે આ બોટ આંખના પલકારામાં પાણીમાં ઊંધી થઈ ગઈ હતી. તેના કારણે બોટમાં હાજર 8 ખલાસીઓ પાણીમાં ડૂબી ગયા હતાં. જોકે આ વાતની જાણ થતાં NDRF ની ટીમ પહોંચી માંગરોળ પહોંચી હતી. આ બોટનું નામ જય ચામુંડા નામની બોટની શોધખોળ કરી હતી.

ત્યારબાદ ભારે જહેમત પછી 4 નો બચાવ કરવામાં આવ્યો છે. અને 4 નો લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ NDRF ની ટીમ હજું પણ બાકીના 3 લોકોની શોધખોળ કરી રહી છે. હાલમાં, વહીવટી તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું છે. તે ઉપરાંત NDRF અને સ્થાનિક તરવૈયાઓની મદદ સાથે લાપતાની શોધ કરી રહ્યા છે. તો ઇજાગ્રસ્ત ખલાસિઓ મહારાષ્ટ્ર અને વલસાડના હોવાનું સામે આવ્યું. જોકે માંગરોળ બંદર પર બોટ પરત ફરતી વખતે બની હતી ઘટના

બીજી તરફ રાજ્યમાં સૌથી વધુ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં 18 ઈંચ ખાબક્યો છે…તો જામનગરમાં સાડા 15 ઈંચ, જામજોધપુર અને લાલપુરમાં 13-13 ઈંચ વરસાદ વરસ્યો છે…તો પોરબંદર અને રાજકોટ જિલ્લાના પણ અનેક તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસતાં નદી-નાળા છલકાઈ ગયા છે અને પુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતમાં ઝોન વાઈઝ અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરીએ તો, કચ્છ રિઝનમાં અત્યાર સુધી 126.32 ટકા વરસાદ વરસ્યો છે…તો ઉત્તર ગુજરાતમાં 84.72 ટકા, મધ્ય ગુજરાતમાં 102.65 ટકા, સૌરાષ્ટ્રમાં 116.32 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 109.20 ટકા વરસાદ વરસ્યો છે. સમગ્ર રાજ્યમાં સિઝનનો 105.83 ટકા વરસાદ નોંધાયો છે. હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

#GujaratFloods#HeavyRainfall#Monsoon2024#FloodAlert#WeatherUpdate#NDRFRescue#GujaratWeather#RainfallReport#NaturalDisaster#EmergencyResponse#JamnagarFloods#DwarkaRain#MangrolStorm#IndianMonsoon#FloodRelief#DisasterManagement#FloodSituation#RescueOperations#RainfallData#SaurashtraWeather

Exit mobile version