1. Home
  2. ગુજરાતી
  3. મણિપુરમાં CBI હવે મહિલાઓ પરના અત્યાચાર તપાસ કરશે, હિંસાના કેસમાં 10 શખસોની ધરપકડ
મણિપુરમાં CBI હવે મહિલાઓ પરના અત્યાચાર તપાસ કરશે, હિંસાના કેસમાં 10 શખસોની ધરપકડ

મણિપુરમાં CBI હવે મહિલાઓ પરના અત્યાચાર તપાસ કરશે, હિંસાના કેસમાં 10 શખસોની ધરપકડ

0
Social Share

નવી દિલ્હીઃ મણિપુરમાં મહિલા પર અત્યાચાર અને વંશિય હિંસાના મામલે વિપક્ષો દ્વારા સંસદમાં સરકારને ઘેરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે મણિપુરમાં સીબીઆઈએ 6 જેટલી ફરિયાદો નોંધીને 10 લોકોની ધરપકડ કરી છે. સીબીઆઈ ટૂંક સમયમાં સાતમી એફઆઈઆર પણ નોંધવાની તૈયારી કરી રહી છે. આ એફઆઈઆર તે વીડિયો સાથે સંબંધિત હશે જેણે મણિપુરને શરમજનક બનાવી દીધું છે, જેમાં મેઇતેઈ સમુદાયની ભીડ દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી. ગુરુવારે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે મણિપુર સરકારની માગણી પર તે કેસ પણ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.

મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યાને 86 દિવસ વીતી ગયા છે. જો કે, તાજેતરમાં જ જ્યારે મણિપુરમાં બે મહિલાઓને નગ્ન પરેડ કરવાનો વીડિયો વાયરલ થયો  જેને લઈને જવાબદારો સામે પગલાં લેવાની માગ ઊઠી છે. સુપ્રીમ કોર્ટે પણ મામલાની ગંભીરતાને જોતા 20 જૂને આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી થઈ ત્યારે કેન્દ્ર સરકારે મણિપુરની સ્થિતિ વિશે કોર્ટને માહિતી આપી. સાથે જ વિનંતી કરી હતી કે તેણે આ મામલે સીબીઆઈને ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનાની અંદર તેની તપાસ પૂર્ણ કરવા સૂચના આપવી જોઈએ. દરમિયાન વિરોધ પક્ષો સતત આ મુદ્દાને રસ્તાથી લઈને સંસદ સુધી ઉઠાવી રહ્યા છે. સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષ સતત એવી માંગણી કરતો રહ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા આ મુદ્દે ગૃહમાં બોલવું જોઈએ, ત્યારબાદ જ કાર્યવાહી આગળ વધવા દેવામાં આવશે.

મણિપુર હિંસાના સંબંધમાં સીબીઆઈએ અડધો ડઝન ફરિયાદો નોંધીને  10 લોકોની ધરપકડ કરી છે. આ શખસો ગેંગરેપ અને વાયરલ વીડિયોના સંબંધમાં મણિપુર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા શખસો કરતા અલગ છે. મણિપુર પોલીસે પરેડની ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી હતી. હાલમાં, સીબીઆઈએ ઔપચારિક રીતે મહિલાઓને નગ્ન પરેડ કરાવવાના કેસની તપાસ હાથ ધરી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની ઔપચારિકતાઓ પણ પૂર્ણ થશે. CBI દ્વારા નોંધાયેલી 6 FIR પણ ગયા મહિનાની શરૂઆતમાં જ નોંધવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code