
ચોમાસામાં મકાઈ ખાવાના અઢળક ફાયદાઓ ,જાણો મકાઈમાં રહેલા ગુણો વિશે
આજે પણ ગામડામાં રોજ સાંજે શાકમાં મકાઈના રોટલાઓ ખાવામાં આવે છે કારણ કે મકાઈના લોટમાં અનેક ગુણો સમાયેલા હોય છે જે શરીરના હાડકા મજબૂત બનાવાની સાથએ સાથે દરેક રીતે આરોગ્યને ફાયદો પહોંચાડે છે.મકાઈ ગેસનો કોઠો હોય તેના માટે સારી નથી પરંતુ સામાન્ય રીતે દરેક લોકો માટે મકાઈ ગુણકારી મનાઈ છે.
હાડકાઓ મજબૂત બનાવે છે
મકાઈ ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્નથી ભરપૂર હોય છે. જે તમારા હાડકાના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે આ તમને સંધિવાની બીમારીથી બચાવે છે.અને હાડકાઓને મજબૂત બનાવે છે.
ફેંફ્સાના કેન્સરથી બચાવે છે
મકાઈમાં રહેલું આવેલું થીયામીન કાર્બોહાઇડ્રેટસનું નિયમન કરે છે.મકાઈમાં રહેલું બીટા-ક્રીપટોકઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.ઇનસોલ્યુએબલ ફાઇબર આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.
ધમની બ્લોક થતા અટકાવે છે
મકાઈમાં વિટામિન સી, બાયોફ્લેવિનૉઈડ્સ, કૈરોટેનૉઈડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે.જે શરીરમાં કૉલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ધમની બ્લૉક થવાથી રોકવામાં મદદરુપ છે.
વજન ઉતારે છે
મકાઈ એન્ટીઓક્સિડેન્ટ અને ફ્લેવોનોયડથી ભરપૂર છે આ કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે એવુ એટલા માટે કેમ કે એન્ટીઓક્સિડેન્ટ હાનિકારક ફ્રી રેડિકલ કમ્પાઉન્ડના નકારાત્મક પ્રભાવને બેઅસર કરે છે જે તમને કેન્સરના જોખમમાં નાખે છે આ સિવાય મકાઈમાં ફેરુલિક એસિડ હોય છે જે સ્તન અને લિવરમાં હાજર ટ્યૂમર આકારને ઘટાડવામાં મોટી ભૂમિકા નિભાવે છે.