1. Home
  2. ગુજરાતી
  3. ચહેરાની અનેક સમસ્યાનું આવશે નિવારણ, બસ આટલુ કરો
ચહેરાની અનેક સમસ્યાનું આવશે નિવારણ, બસ આટલુ કરો

ચહેરાની અનેક સમસ્યાનું આવશે નિવારણ, બસ આટલુ કરો

0
Social Share
  • સ્ટીમ લેવુ ચહેરા માટે ફાયદાકારક
  • ચહેરાની ફ્રેશનેશ માટે જરૂરી
  • અન્ય સ્ટ્રેશને દૂર કરવામાં પણ ઉપયોગી

આજકાલની ભાગદોડવાળી જીંદગીમાં હવે તમામ વસ્તુને એક સાથે લઈને ચાલવુ પડે તે જરૂરી થઈ ગયુ છે. બહાર પ્રદૂષણ ભર્યા વાતાવરણના કારણે ચહેરાની કાળજી લેવી પણ અત્યંત જરૂરી બની છે. તો જો આવા સમયમાં ચહેરાની ફ્રેશનેશ માટે સ્ટીમ લેવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક છે.

ત્વચાની તાજગીને તરોતાજા રાખવા અને તેને સાફ રાખવા માટે ચહેરાને સ્ટિમ આપવી એક સરળ અને અસરકારક ઉપાય છે. સ્ટિમ ચહેરાની ફ્રેશનેસ માટે જ નહીં પણ સ્ટ્રેસ દૂર રાખવા માટે પણ જરૂરી છે.

સ્ટીમ એ ચહેરાની ફ્રેશનેશ અને ચહેરાના છીદ્રોમાં ફસાયેલી ધુળ અને રજકણનોને દૂર કરવામાં ઉપયોગી છે. ત્વચા પર જામેલી ગંદકી ઘણી વખત રોમ છિદ્રોને બ્લોક કરી દે છે તેવામાં આ ફેશિયલ સ્ટીમિંગથી આ રોમ છિદ્રો ખૂલી જાય છે અને તેમાં જમા થયેલી બધી ગંદકી બહાર નીકળી જાય છે. તે સિવાય ચહેરાના ડેડ સેલને હટાવવામાં પણ તે કારગર છે.

જેમને ચહેરા પર મહત્તમ માત્રામાં બ્લેકહેડ્સ અથવા વ્હાઈટ હેડ્સની સમસ્યા હોય છે, તેમના માટે સ્ટિમીંગ ખૂબ ઉપયોગી છે. પાંચથી દસ મિનિટ સુધી ચેહરાને સ્ટિમીંગ આપ્યા પછી સ્ક્રબરથી સાફ કરી લેવો. જેનાથી બ્લેકહેડ્સ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે.

જો ચહેરાની સરખી રીતે સાફસફાઈ કરવામાં ન આવે તો ખીલ પણ થતા હોય છે તો ચહેરા પર સ્ટીમ કરવુ તે ખીલની સમસ્યાથી રાહત આપે છે. ચહેરા પર ગંદકી તથા તેલ જામવાને કારણે ત્વચા પર ખીલ થવાની શક્યતા રહે છે. તેને દૂર કરવા માટે પણ સ્ટિમીંગ સારો વિકલ્પ છે. તેનાથી ત્વચાના છિદ્રોનૅ ગંદકી સાફ થઈ જાય છે અને ખીલમાંથી છૂટકારો મળે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code