રાજધાની દિલ્હી ખાતે ભારત-વિયેતનામ વચ્ચે દરિયાઈ સુરક્ષા વાટાઘાટો યોજાઈ
- ભારત-વિયેતનામ વચ્ચે દરિયાઈ સુરક્ષા વાટાઘાટો યોજાઈ
- દિલ્હી ખાતે યોજાઈ આ વાતાઘાટો
દિલ્હીઃ- દરિયાઈ સુરક્ષાને લઈને દરેક દેશો સતર્ક બની રહ્યા છે આજે દેશ વિદેશનો મોટો પ્રશ્ન દરિયાઈ સુરક્ષા બની ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હી ખાતે ભારત અને વિયેતનામ વચ્ચે દરિયાઈ સુરક્ષાને લઈને વાતોધાટો યોજાઈ હતી.આ બેઠકને લઈને વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા અરિંદમ બાગચીએ માહિતી આપી હતી.
આ મામલે અરવિંદ બાગચીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ત્રીજો ભારત-વિયેતનામ મેરીટાઇમ સિક્યુરિટી સંવાદ આજે નવી દિલ્હીમાં યોજાયો હતો. સંબંધિત મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ અને દરિયાઈ બાબતોથી સંબંધિત સેવાઓએ વાટાઘાટોમાં ભાગ લીધો હતો.
આ સંવાદમાં બંને પક્ષોએ સર્વસમાવેશક વિકાસ માટે અનુકૂળ સલામત દરિયાઈ વાતાવરણ જાળવવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. બગ્ચીએ વ્યાપક દરિયાઈ સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મિકેનિઝમને મજબૂત કરવા માટે દરિયાઈ સહયોગ માટેની પહેલ અને માર્ગોની પણ સમીક્ષા પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2019માં હનોઈમાં પ્રથમ ભારત-વિયેતનામ દરિયાઈ સુરક્ષા સંવાદ યોજાયો હતો.
આ્ પહેલા ભારત અને વિયેતનામ વચ્ચે 6 એપ્રિલ 2021ના રોજ તેમની બીજી દરિયાઈ સુરક્ષા સંવાદ વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાયો હતો. પરામર્શમાં દરિયાઈ સુરક્ષાના ક્ષેત્રમાં વિકાસ, પ્રાદેશિક સહયોગ પ્રવૃત્તિઓ અને બંને દેશો વચ્ચે સહકારની તકો પર આદાનપ્રદાનનો સમાવેશ થાય છે.ભારત અને વિયેતનામ બંને હંમેશા ઉષ્માભર્યા અને સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે. દ્વિપક્ષીય સંબંધોની પણ સમીક્ષા કરી હતી.