Site icon Revoi.in

ધો, 12 સાયન્સ અને ગુજકેટની માર્કશીટ 14મીમેથી શાળાઓમાં અપાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. હવે ધોરણ 12 અને ગુજકેટના પરિણામની માર્કશીટ તમામ શાળાઓએ સંમતીપત્ર આપીને મેળવી લેવાની સુચના આપવામાં આવી છે. અને વિદ્યાર્થીઓએ 14મી મેના રોજ પોતાની શાળાઓમાંથી માર્કશીટનું વિતરણ કરાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ ગઈ તા. પાંચમી મેએ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોએ પોતાની શાળાનું પરિણામ, ગુણપત્રકો, પ્રમાણપત્ર અને એસ.આર. મુખત્યારપત્ર રજૂ કરીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત થયેલા સમયે અને સ્થળેથી મેળવી લેવાના રહેશે શાળાઓએ તા.14 મેને બુધવારે વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટના ગુણપત્રકો અને એસ આર તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે તા.12 મેના બોર્ડની કચેરીએથી રવાના કરવામાં આવશે અને જિલ્લા શિક્ષણાધિકારીએ વિતરણ કરવાનું આયોજન કરી તારીખ 13મીના રોજ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓને પરિણામ વિતરણની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. ભાવનગર જિલ્લામાં 13 મેએ વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં જેલ રોડ પર સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ ખાતેથી શાળાના ઓથોરિટી લેટર સાથે લાવીને રાજુભાઈ ભટ્ટ પાસેથી માર્કશીટ, પ્રમાણપત્ર અને એસઆર મેળવી લેવાના રહેશે. અન્ય બોર્ડના ઉમેદવારોની ગુજકેટ પરીક્ષાની માર્કશીટ ટપાલ દ્વારા મોકલાશે.