
જાણીતા સંગીતકાર-ગાયક વિશાલ દદલાનીના પિતાનું નિધન- કોરોના ગ્રસ્ત હોવાથી છેલ્લા સમયે ન રહી શક્યા પિતા સાથે
- સંગીતકાર વિશાલ દદલાનીના પિતાનું 79 વર્ષની વયે નિધલ
- મોતી દદલાનીના છેલ્લા સયે વિશાન સાથે નહોતા
- વિશાલ કોરોના પોઝિટિવ હોવાથી પિતાથી દૂર રહ્યા
મુંબઈઃ- બોલિવૂડ જગતના મશહૂર ગાયક વિશાલ દદલાની કોરોના પોઝિટિવ છે ત્યારે આ સ્થિતિમાં તેઓ પોતાના પિતાના છેલ્લા સમયમાં સાથે ન રહી શક્યા, વિશાલ દદલાની ના પિતા મોતી દદલાનીએ 79 વર્ષની વયે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે, પિતાના નિધનને લઈને વિશાલ દદલાની પણ જાણે દુખનો પહાડ તૂટી પડ્યો છે.
વિશાલના પિતા મોતી દાદલાનીનું નિધન થયું છે ત્યારે તેમના પુત્ર વિશાલ દાદલાનીએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને તેમના પિતાના દુખદ સમાચાર શેર કર્યા છે. વિશાલ દદલાનીના ચાહકોએ પેમના પિતાના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વિશાલ દદલાનીએ પોસ્ટ શેર કરીને કહ્યું છે કે, તેઓ તેમના પિતાના અંતિમ સમયમાં તેમની સાથે ન હતા કારણ કે વિતેલા દિવસને શુક્રવારે હું પોતે કોરોના પોઝિટિવ થયો હતો ,સંગીતકારે પિતાના મોત અંગે જણાવ્યું હતું કે, પિત્તાશયની સર્જરી પછી, તેમના પિતા છેલ્લા ત્રણથી ચાર દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા.
વિશાલએ તેમના પિતાનો ફોટો શેર કરતા લખ્યપું છે કે,”મેં છેલ્લી રાત્રે મારા ખાસ મિત્રને ગુમાવ્યો, પૃથ્વી પરના સૌથી સારા વ્યક્તિને ગુમાવ્યો, મને મારા જીવનમાં આનાથઈ શ્રેષ્ઠ રા પિતા, વ્યક્તિ અથવા શિક્ષક નહી મળી શકે. મારી અંદર જે પણ સારું છે તે તેમની જ દેન છે”ઉલ્લેખનીય છે કે હાલ વિશાલ કોરોના ગ્રસ્ત હોવાથી હોમક્વોન્ટાઈન હેઠળ છે.તેમણે વધુ માહિતી આપતા એમ પમ કહ્યું કે અત્યારની દરેક સ્થિતિ મારી બહેન સંભાળી રહી છે.