Site icon Revoi.in

ધ્રાંગધ્રાની પેપેર મિલમાં લાગી ભીષણ આગ, આર્મીની મદદ લેવામાં આવી

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના ધાંગધ્રા શહેર નજીક સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલી પેપર મિલમાં એકાએક ભીષણ આગ ફાટી નિકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતાં ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડનો કાફલો લાયબંબા સાથે દોડી ગયો હતો. પરંતુ જોતજોતામાં આગએ વિકરાળ રૂપ ધારણ કરતા આર્મીની મદદ લેવામાં આવી હતી તેમજ સુરેન્દ્રનગર મ્યુનિના ફાયર ફાયટરો પણ દોડી આવ્યા હતા. અને ભારે જહેમત બાદ આગને કાબનાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં પેપર મીલને લાખો રુપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર નજીક સુરેન્દ્રનગર હાઇવે પર આવેલી પેપર મિલમાં એકાએક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ ધાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જયારે આગનું વિકરાળ સ્વરૂપ જોઇ ધાંગધ્રા આર્મી ટીમને પણ જાણ કરાતા આર્મીની ટીમ પણ પહોંચી હતી. ત્યારબાદ  સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને મદદ માટેનો કોલ કરતા સુરેન્દ્રનગર ફાયરની ટીમે  ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતો. અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

ફાયર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આ વિકરાળ આગ કયા કારણે લાગી છે તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગની ઘટનામાં પેપર મીલને લાખો રુપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. આ વિકરાળ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા છે. જયારે આ ગોઝારી ઘટનાના પગલે ધ્રાંગધ્રા નાયબ કલેકટર, મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓની ટીમ પણ બનાવના સ્થળે પહોંચ્યા હતી.